ટીવી એકટ્રેસ નિશી સિંહનું નિધનઃ સારવારમાં કાર-મકાન વેચાઈ ગયાં


ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારો, નિર્માતાઓએ મદદ કરી 

માતાની સારવાર માટે દીકરીએ ભણતર છોડી દીધું હતું : કમલ હાસન સાથે 'હે રામ'માં કામ કર્યું હતું

મુંબઈ :  ટીવી અભિનેત્રી નિશી સિંહનું ૫૦ વર્ષની વયે નિધન થયું છે. તેમને પેરેલિસિસનો એટેક આવ્યો હતો અને તે પછી તેમની તબિયત ઉત્તરોતર કથળતી ગઈ હતી. ગત. તા. ૧૮મી સપ્ટેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

નિશી સિંહના પરિવારે આ સમયગાળામાં ભારે સંઘર્ષ વેઠવો પડયો હતો. નિશીની સારવારમ ાટે થઈને તેમણે તેમના મકાન તથા બંગલો વેચી દેવાં પડયાં હતાં. નિશીની દીકરીએ માતા સાથે રહી શકાય તે માટે પોતાનું ભણતર પણ બાજુએ મુકી દીધું હતું. પરંતુ, સમગ્ર પરિવારની આ લડત બાદ પણ છેવટે નિશીને બચાવી શકાઈ નથી તેમ તેના પતિ સંજય સિંહે જણાવ્યું હતું. 

એક તબક્કે સારવાર માટે પૈસા ખૂટી ગયા તો કેટલાક ટીવી કલાકારો તથા નિર્માતાઓએ આર્થિક મદદ પણ કરી હોવાનું સંજય સિંહે કહ્યું હતું. 

નિશીને ટીવી સિરીયલ કુબૂલ હૈ તથા ઈશ્કબાજમાં તેની ભૂમિકાઓથી જાણવામાં આવે છે. તમેણે કમલ હાસન સાથે હે રામ ફિલ્મમાં કામ કર્યું હતું. મોન્સૂન વેડિંગ ફિલ્મમાં ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. આ ઉપરાંત કેટલીક ફિલ્મો તથા સિરીયલોમાં તેમણે કાસ્ટિંગ ડાયરેક્ટરની પણ ભૂમિકા ભજવી હતી.


City News

Sports

RECENT NEWS