23મી ફેબ્રુઆરીએ યોજાશે મુંબઈ યુનિવર્સિટીનો દિક્ષાન્ત સમારોહ

Updated: Jan 25th, 2023


સમારોહ પહેલાં યુનિવર્સિટીની વેબસાઈટ પર ડિગ્રી મેળવનારાઓની યાદી મૂકાશે

મુંબઈ :   મુંબઈ યુનિવર્સિટીનો ૨૦૨૨નો વાર્ષિક દિક્ષાન્ત સમારોહ ૨૩મી ફેબુ્રઆરી, ૨૦૨૩ના રોજ યુનિવર્સિટીના સર કાવસજી જહાંગીર સભાગૃહ (દિક્ષાન્ત સભાગૃહ) માં યોજાયો છે. આ સમગ્ર કાર્યક્રમનું યુનિવર્સિટીની અધિકૃત વેબસાઈટ પરથી જીવંત પ્રસારણ (લાઈવ ટેલિકાસ્ટ) કરાશે. 

જે વિદ્યાર્થીઓ ડિગ્રીમાં ૨૦૨૨ની સાલ પ્રથમ અને બીજા સત્રમાં તેમજ દિક્ષાન્ત સમારોહના દિવસ પહેલાં પાસ થયાં છે, તેઓ તેમના ડિગ્રી, ડિપ્લોમાના સર્ટીફિકેટ સંબંધિત કૉલેજમાંથી ડિગ્રીના દિવસ બાદથી મેળવી શકશે. ઉપલબ્ધ ડિગ્રી/ડિપ્લોમા સર્ટીફિકેટની યાદી યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રકાશિત કરાશે. જેમાંથી પોતાના સર્ટીફિકેટનો નંબર શોધી વિદ્યાર્થીએ તે કૉલેજમાં પ્રસ્તુત કરવાનો રહેશે. જો ડિગ્રીમાં કોઈ સુધારણા કરવાની હોય તો વિદ્યાર્થીઓએ તે બાબતે યુનિવર્સિટીના છત્રપતિ શિવાજી ભવન ખાતે કોન્વોકેશનની તારીખ બાદના એક મહિનાની અંદર જાણ કરવાની રહેશે.

    Sports

    RECENT NEWS