For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુશાંતના હાથમાંથી નીકળી ગયેલી ફિલ્મો એક ખાસ એક્ટરને જ મળી? પોલીસે શરુ કરી તપાસ

Updated: Jun 21st, 2020

Article Content Imageમુંબઇ, તા.21 જુન 2020, રવિવાર

એક્ટર સુશાંત સિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા બાદ બોલીવૂડ પર સગાવાદના માછલા ધોવાઈ રહ્યા છે.

આ મુદ્દે લોકોમાં પણ રોષ છે .જેને લઈને પોલીસે આત્મહત્યાની તપાસ માટે 3 ટીમો બનાવી છે. આ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની પોલીસ ફરી પૂછપરછ કરી શકે છે.

પોલીસની તપાસમાં  બીજા એંગલ પણ સામે આવી રહ્યા છે.આગામી દિવસોમાં પોલીસ સલમાનખાન, શેખર કપૂર, આદિત્ય ચોપરા, મુકેશ ભટ્ટ અને કરણ જોહર તથા કંગનાની પૂછપરછ કરે તેવી શક્યતા છે.

એક ટીવી ચેનલના રિપોર્ટ પ્રમાણે એક ટીમ બોલીવૂડની એક એકટરની જ તપાસમાં છે. પોલીસ એ વાત ચકાસવા માંગે છે કે, સુશાંતને જે ફિલ્મોમાં મળવાની હતી તે એક ખાસ એક્ટરને જ કેમ આપવામાં આવી. બીજી ટીમ સુશાંતના મિત્રો અને તેની સાથે કામ કરનારા લોકોની પૂછપરછ કરશે. જ્યારે પોલીસની એક ટીમ સુશાંતના ડિપ્રેશન પાછળના કારણો શોધી રહી છે.

Article Content Imageપોલીસે અત્યાર સુધીમાં 13 લોકોના નિવેદન નોંધ્યા છે.હવે એવા રિપોર્ટ છે કે, પોલીસ આદિત્ય ચોપરા, સંજલ લીલા ભણસાલી , શેખર કપૂર અને મુકેશ ભટ્ટની પણ પૂછપરછ કરી શકે છે. એવુ કહેવાય છે કે, સંજય લીલા ભણસાલી રામલીલામાં સુશાંતને લેવા માંગતા હતા પણ બીજા પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતનો કોન્ટ્રાક્ટ હોવાથી આ ફિલ્મ તેના હાથમાંથી નીકલી ગઈ હીત. બાજીરાવ મસ્તાની માટે પણ સુશાંત ભણસાલીની પહેલી પસંદ હતો.

પોલીસનુ કહેવુ છે કે, એક ખાસ એક્ટરને જ તમામ ફિલ્મો મળી હતી અ્ને તે સુપરહીટ સાબિત થઈ હતી. આ એક્ટરનો પણ એ જ પ્રોડક્શન હાઉસ સાથે કોન્ટ્રાક્ટ હતો. આમ છતા આ પ્રોડક્શન હાઉસે આ એક્ટરને બીજા નિર્માતાની ફિલ્મો કરવા મંજૂરી આપી હતી પણ સુશાંતને આવી પરવાનગી આપી નહોતી.

સુશાંતના હાથમાંથી મોટી ફિલ્મો નીકળી રહી હતી અને પ્રોડક્શન હાઉસ તેને કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરવા રાજી નહોતુ. આખરે કંટાળીને સુશાંતે રાજકુમાર હિરાનીની પીકે ફિલ્મ સાઈન કરી હતી. ત્યારથી આ પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતના મતભેદો શરુ થયા હતા.

ડાયરેક્ટર શેખર કપૂર સુશાંતને લઈને પાની ફિલ્મ બનાવવાના હતા પણ આ પ્રોડક્શન હાઉસે છેલ્લી ઘડી તેને પ્રોડ્યુસ કરવાનીના પાડી દીધી હતી.

Gujarat