કોંગ્રેસના સફાયાનો મમતા બેનરજીનો ઉદ્દેશ યોગ્ય નથી, શિવસેનાએ હવે મમતા બેનરજીને નિશાના પર લીધા


મુંબઈ, તા. 9. જાન્યુઆરી 2022 રવિવાર

શિવસેનાના મુખપત્ર સામનામાં સામાન્ય રીતે ભાજપ અને પીએમ મોદીને ટાર્ગેટ કરાતા હોય છે પણ આ વખતે શિવસેનાએ બંગાળના સીએમ મમતા બેનરજી પર પણ નિશાન સાધ્યુ છે.

સામનામાં લખાયેલા આર્ટિકલમાં કહેવામાં આવ્યુ છે કે, તમામ રાજકીય પક્ષોએ ભેગા થઈને ગોવાને પ્રયોગશાળા બનાવી દીધી છે.ગોવામાં ટીએમસીના કારણે સૌથી વધારે મદદ ભાજપને મળી રહી છે.ટીએમસીએ કોંગ્રેસ તેમજ બીજી પાર્ટીના નેતાઓને પોતાની પાર્ટીમાં ભેગા કર્યા છે.આ પ્રકારનુ વલણ મમતા બેનરજીને શોભા આપે તેવુ નથી.તેઓ પોતે ભાજપના વિરોધમાં લડી રહ્યા છે.

સામાનમાં રાઉતે પોતાના લેખમાં કહ્યુ છે કે, ભાજપ અને પીએમ મોદીનો ઉદ્દેશ કોંગ્રેસનો સફાયો કરવાનો છે અને તે સમજી શકાય તેવી વાત છે પણ  મમતા બેનરજી પણ જો આ જ ઉદ્દેશ સાથે ચાલતા હોય તો તે તેમની ઈમેજને યોગ્ય નથી.ગઈ ચૂંટણીમાં ગોવામાં કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી હતી પણ એક પછી એક નેતાઓ પાર્ટી છોડી જતા તેમની પાસે હવે બે જ બેઠકો છે.આવુ એટલે થયુ કે, કોંગ્રેસ પાસે મજબૂત નેતૃત્વ નથી.

શિવસેનાએ કહ્યુ છે કે, ટીએમસીના કારણે ભાજપને જ ગોવામાં મદદ મળી રહી છે અને ટીએમસી જરુર કરતા વધારે પૈસા ખરચી રહી છે.ભાજપ માટે ગોવાની ચૂંટણી જીતવી આસાન નથી પણ આપ અને ટીએમસી જેવી પાર્ટીઓએ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી છે.

City News

Sports

RECENT NEWS