શિંદે જૂથ અને પાલિકાને હાઈકોર્ટની લપડાકઃ ઉદ્ધવને શિવાજી મેદાનમાં દશેરા રેલી યોજવા મંજૂરી


ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે કાનૂની લડાઈમાં દશેરા પૂર્વે જ વિજયાદશમી

મહાનગર પાલિકાને સાત દાયકામાં કયારેય કાયદો-વ્યવસ્થા ના દેખાઈ ને હવે દેખાઈ ? ઉદ્ધવ જૂથની અરજી નકારી પાલિકાએ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છેઃ હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી

 મુંબઈ :  મહારાષ્ટ્રમા ચાલી રહેલી રાજકીય કટોકટીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને  મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ વચ્ચેની પહેલી કોર્ટની લડાઈમાં  ઠાકરે જૂથનો વિજય થયો છે. બોમ્બે હાઈ કોર્ટ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સિવસેનાને દાદર ખાતે શિવાજી પાર્ક મેદાનમાં દશેરા રેલીનું આયોજન કરવાની પરવાનગી આપી છે. બીજી ઓક્ટોબરથી છઠ્ઠી ઓક્ટોબર સુધી શિવાજી પાર્કને વાપરવાની પરવાનગી ઠાકરે જૂથને આપવામાં આવી છે. આ ચુકાદાથી શિવસેનાના દશેરા મેળાવડા માટે કાર્યકરોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

હાઈ કોર્ટે અરજીની સુનાવણી દરમ્યાન સૌ પ્રથમ સાચી શિવસેના કઈ છે એ મુદ્દાને બાજુ પર મૂકી દીધો હતો. આથી આમુદ્દે દખલ દેવાની માગણી કરતી  સદા સરવણકરની અરજી ફગાવી દેવાઈ હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવતાં કહ્યું હતું કે સદા સરવણકર ને આ મુદ્દો વ્યક્તિગત રીતપ્લાગુ પડતો નથી. 

 ત્યાર બાદ હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકાને ઝાટકી હતી. પાલિકાએ અરજી ફગાવીને પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો હોવાનું સ્પષ્ટ થાય છે, એવી નોંધ કરી હતી.

કાયદો અને સુરક્ષાની કોઈ પણ પરિસ્થિતિ ઊભી થશે તો અરજદાર જવાબદાર રહેશે એવું નોંધીને બધા નિયમો અને શરતોનું પાલન કરવાનું બંધનકારક રહેશે એમ પણ કોર્ટે પરવાનગી સાથે જણાવ્યું હતું. ઠાકરે જૂથે પણ આ બાબતની ખાતરી આપી હતી.

૧૯૬૬માં બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી તે દિવસથી દર દશેરાએ શિવસેના અહીં રેલી યોજતી આવી છે. આ વખતે બહુ લાંબા સમય પહેલાં શિવસેનાએ રેલી યોજવા માટે મહાપાલિકા સમક્ષ અરજી કરી હતી. પરંતુ, પાલિકાએ ગણેશોત્સવ સહિતનાં કારણો આગળ ધરી અરજી દબાવી રાખી હતી. તે પછી પાલિકાએ તટસ્થ હોવાનો ડોળ કરવા માટે દાદર પોલીસનો અભિપ્રાય માગ્યો હતો. પોલીસે અહીં કોઈપણ રાજકીય રેલી થાય તો કાયદો અને વ્યવસ્થા જોખમાશે તેવો અભિપ્રાય આપતાં પાલિકાએ ઠાકરે જૂથ તથા તેના પછી અરજી કરનારાં એકનાથ શિંદે જૂથ બંનેની અરજી ફગાવી હતી. 

City News

Sports

RECENT NEWS