For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Drug Case: NCB ઓફિસ પહોંચી શ્રદ્ધા કપૂર-સારા, દીપિકા પાદૂકોણની પૂછપરછ શરૂ

Updated: Sep 26th, 2020

Article Content Image

મુંબઇ, તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સનો એંગલ ખુલતા તેની તપાસમાં રિયા ચક્રવતએ ડ્ગ્સ મામલે બોલીવૂડની હસ્તીઓના વટાણાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-એનસીબી- સમક્ષ વેરી નાંખતાં આજે બોલીવૂડની ટોચની હિરોઇનો દિપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાને સમન્સ મોકલવામાં આવ્યા છે.

શનિવારે વહેલી સવારે દીપિકા પાદૂકોણ મુંબઈ સ્થિત NCBના ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ હતી. જ્યાં હજુ પણ તેની પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન પણ NCBના કાર્યાલય ખાતે પહોંચી ગઈ છે.

દીપિકાની પૂછપરછ કરવા ઉપરાંત તેને તેની મેનેજર કરિશ્મા પ્રકાશની સામે બેસાડીને પણ NCB પૂછપરછ કરશે. કરિશ્માની શુક્રવારે પણ NCBની ટીમે પૂછપરછ કરી હતી. હાલ NCBની 5 સભ્યોની SIT દીપિકા પાદુકોણની પૂછપરછ કરી રહી છે.

એનસીબીની પાંચ સભ્યની ટીમ કરી રહી છે પુછપરછ
સુત્રો અનુસાર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે એનસીબીની પાંચ સભ્યોની એસઆઇટી ટીમ દિપીકા પાદૂકોણની પુછપરછ કરી રહી ચે. એનસીબીની ટીમ ડ્રગ ચેટનો કોયડો ઉકેલવા સવાલ પુછી રહીં છે. 


રિયા સાથે ડ્રગ ચૅટ કરી હતી પણ ડ્રગ્સ નથી લીધું : રકૂલ પ્રિતનો પૂછપરછમાં દાવો
અભિનેતા સુશાંત સિંગના પોતાના મામલામાં ડ્રગ કનેશનના કેસમાં એન્ટી નાર્કોટિક્સ બ્યુરો (એનસીબી)એ 25મી સપ્ટેમ્બરના રોજ અભિનેત્રી રકૂલ પ્રિત સિંહની પૂછપરછ કરી હતી. દરમિયાન રકુલે ડ્રગનુ સેવન ન કર્યુ હોવાનો દાવો કર્યા છે. પણ ડ્રગ બાબતે રિયા ચક્રવર્તી સાથએ ચૅટનું કબૂલ કર્યું હોવાનુ કહેવાય છે. હવે એનસીબીનો અધિકારીઓ રિયાના નિવેદનની તપાસણી કરશે.

એનસીબીથી બચવા રકુલે અભિનેત્રી રિયા પર આરોપ કરી રહીં હોવાનું જાણવા મળ્યુ છે. હું ડ્રગ લેતી નથી. ડ્રગ પેડલર સાથે મારો કોઇ સંબંધ નથી એવો દાવા રકુલે કર્યા હતો. 2018માં રિયા સાથે ડ્રગ બાબતે ચૅટ કરી  હતી. ચૅટ દ્વારા રિયા પોતાનો સામાન (ડ્રગ) આપવા કહેતી હતી.

રિયાનો સામાન મારા ઘરે હતો, એમ રકુલે પૂછપરછમાં જણાવ્યું  હોવાનું કહેવાય છે. ડ્રગ મામલામાં વારંવાર રિયાની પૂછપરછ કરવામાં આવી છે. બીજીતરફ આ કેસમાં રકુલ પણ સામેલ હોવાની જણ થઇ હતી. અભિનેત્રી રિયા અને રકુલ બહેનપણી છે. હાલમાં રિયા ભાયખલા જેલમાં છે. તેણે જામીન માટે વારંવાર પ્રયત્ન કર્યો છે. પણ તેને જામીન મળ્યા નથી.


વ્હૉટ્સઍપ ડ્રગ ગ્રુપની ઍડમિન દીપિકા
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ને 25મી સપ્ટેમ્બરના રોજ અભિનેત્રી રકૂલ પ્રિત સિંહની પૂછપરછ દરમિયાન ઘણી મહત્વની માહિતી મળી છે વ્હૉટ્સઍપ ડ્રગ  ગુ્રપની ઍડમિન દીપિકા હતી એમ રકુલે જણાવ્યુ હોવાનુ કહેવાય છે.

એનસીબીના અધિકારીઓએ ડ્રગ કનેકશન કેસમાં આજે અંદાજે ચાર કલાક  સુધી પ્રખ્યાત અભિનેત્રી રકુલ પ્રિત સિંહની પૂછપરછ કરી હતી. તે સમયે આ મામલામાં અનેક ચોંકાવનારી માહિતી મળી હોવાનુ જાણવા મળ્યું છે. અભિનેત્રીઓ ડ્રગ મેળવવા માટે આ વ્હૉટ્સઍપ ગ્રુપના માધ્યમથી એકબીજાને સાથે ચૅટ કરતા હતા. આ વ્હૉટ્સઍપ ડ્રગ ગ્રુપમાં બોલીવૂડની સેલિબ્રિટીઓ હતી. એનસીબી આ દરેકની માહિતી મેળવી રહી છે.


હા, મેં શ્રદ્ધા કપૂર માટે ડ્રગની વ્યવસ્થા કરી હતી : જયા સાહા
23 સપ્ટેમ્બર 2020, બુધવારના રોજ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના ધ્રુવ ચીટગોપેકર ઉપરાંત બોલિવૂડ ટેલેન્ટ મેનેજર જયા સાહાની કલાકો સુધી પૂછપરછ કરી હતી. જયાની તો બીજે દિવસે પણ પાંચ છ કલાકની પૂછપરછ થઇ હતી. એ દરમિયાન જયા સાહાએ એનસીબીને કહ્યું હતું કે ચેટ તો મારીજ છે પરંતુ મને આ ચેટ બાબતમાં કશું યાદ નથી આવતું.

અલબત્ત, જયાએ એવો એકરાર કર્યો હતો કે મેં સુશાંત માટે, રિયા માટે, ફિલ્મ સર્જક મધુ મન્ટેના માટે અને શ્રદ્ધા કપૂર માટે સીબીડી ઓઇલ મંગાવ્યું હતું. સીબીડી ઓઇલ નામની ડ્રગ પર ભારતમાં બૅન છે.

Gujarat