For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માઘી ગણેશ નિમિત્તે મુંબઇમાં 1000 ટન શ્રીફળનું વેંચાણ

Updated: Jan 25th, 2023


વિઘ્નહર્તા વેપારીઓને ફળ્યા

2000 ટન ફળનું વેચાણ થયું

મુંબઇ :  માઘી ગણેશ ઉત્સવ નિમિત્તે  વિઘ્નહર્તા વેપારીઓને ફળ્યા હતા આ ઉત્સવની પૂર્વ સંધ્યાએ મુંબઇમાં એક હજાર ટન શ્રીફળનું વેચાણ થયું હતું. અને લગભગ બે હજાર ટન ફળોનું વેચાણ થયું હતું. સૌથી વધુ કેળા  સંતરા, મોસંબી અને સફરજનનું વેચાણ થયું હતું.

નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં છેલ્લાં ત્રણ દિવસમાં લગભગ એક હજાર ટન શ્રીફળનું વેચાણ થઇ ગયું હતું અને મંગળવારે સાંજે વધુ એક હજાર ટન નાળિયેરની આવક થઇ હતી. સાકર અને ગોળની માગણી પણ વધી હતી. ૩૭૪ ટન સાકર, ૩૩ ટન ગોળ અને ત્રણ ટન ઘીનું વેચાણ થયું હતું.

નવી મુંબઇની જથ્થાબંધ ફ્રુટ માર્કેટમાં સામાન્ય દિવસોમાં રોજ ૧૨૦૦ થી ૧૫૦૦ ટન ફ્રુટ આવતું હોય છે પણ માઘી ગણેશોત્સવ પ્રસંગે ૧૮૦૦ ટનથી વધુ ફળોની આવક થઇ હતી અને વેચાણ થયું હતું, એમ ફ્રુટ માર્કેટના સંચાલક સંજય પાનસરેએ જણાવ્યું હતું.


Gujarat