આરઆરઆરએ ઈતિહાસ રચ્યો, નાટુ નાટુ ઓસ્કર માટે નોમિનેટ : ગુજરાતી ફિલ્મ છેલ્લો શો આઉટ

Updated: Jan 24th, 2023


ભારતની 2 ડોક્યુમેન્ટરીઓલ ધેટ બ્રીધીસ તથા ધી એલિફન્ટ વ્હિસપર્સ પણ ઓસ્કર માટે નોમિનેટ

જોકે, આરઆરઆરને અન્ય કોઈ કેટેગરીમાં નોમિનેશન નહીં : એવરીથિંગ એવરીવ્હેર 11 નોમિનેશન સાથે મોખરે

મુંબઈ :  ભારતીય ફિલ્મ 'આરઆરઆર'એ ઓસ્કરમાં ઈતિહાસ રચ્યો છે. તેનું 'નાટુ નાટુ' સોંગ ઓસ્કરમાં બેસ્ટ ઓરિજિનલ કેટેગરીમાં નોમિનેટ થયું છે. આ સાથે જ આ ગીત અર્ખતે ઓસ્કર વિજેતા બને તેવી શક્યતાઓ વધી જતાં ભારતીય દર્શકો ખુશીથી નાચી ઉઠયા છે. જોકે, ભારતની સત્તાવાર એન્ટ્રી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઓસ્કરની રેસમાંથી ફેંકાઈ ગઈ છે. તેને સમ ખાવા પુરતું એક પણ કેટેગરીમાં નોમિનેશન મળ્યું નથી. ભારતની 'ઓલ ધેટ બ્રીધીસ' બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચર્સની કેટેગરીમાં જ્યારે 'ધી એલિફન્ટ વ્હિસપર્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ છે. 

આગામી માર્ચમાં યોજાનારા ઓસ્કર એવોર્ડઝ માટેનાં આખરી નોમિનેશન્સ આજે જાહેર થયાં હતાં. તેમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં 'નાટુ નાટુ' સોંગનો સમાવેશ કરાયાની જાહેરાત થતાં જ વિશ્વભરના ભારતીય દર્શકો ઉછળી પડયા હતા. અગાઉ ગોલ્ડન ગ્લોબ અને બાદમાં ક્રિટિક્સ ચોઈસ એવોર્ડમાં વિજય અને હવે ઓસ્કર નોમિનેશનની સાથે આ વખતે હવે ભારત માટે એક ઓસ્કર એવોર્ડ હાથવેંતમાં હોવાનું લાગી રહ્યું છે. જોકે, આરઆરઆરની સ્પર્ધા લેડી ગાગાના ટોપ ગન મેવરીકનાં સોંગ હોલ્ડ માય હેન્ડ, રિહાનાના બ્લેક પેન્થરના સોંગ લિફ્ટ મી અપ, રિયાન લોટનાં એવરીથિંગ એવરીવ્હેરનાં સોંગ ધીસ ઈઝ એ લાઈફ સાથે છે. જોકે, નાટુ નાટુ સોંગએ જે પ્રકારે વિશ્વભમાં ક્રેઝ જન્માવ્યો છે તે જોતાં તે આ વખતે ઓસ્કર માટે હોટ ફેવરિટ મનાય છે. 

લોસ એન્જલિસના બેવર્લી હિલ્સ ખાતે યોજાયેલા નોમિનેશન એનાઉન્સમેન્ટમાં આરઆરઆરના નાટુ નાટુ સોંગનો ઉલ્લેખ થતાં જ આરઆરઆરની ટીમે સોશિયલ મીડિયા હેન્ડલ પર અમે ઈતિહાસ રચ્યો છે એવાં કેપ્શન સાથે ખુશી વ્યક્ત કરી હતી. તે સાથે જ દેશ અને દુનિયામાંથી અભિનંદનોની વર્ષા શરુ થઈ હતી. સોંગના મ્યુઝિક કમ્પોઝર એમ. એમ. કિરવાનીએ આ નોમિનેશન માટે અનેકગણો આનંદ વ્યક્ત કર્યો હતો. 

ભારતના શૌનક સેનની ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ 'ઓલ ધેટ બ્રીધસ' પણ આજે નોમિનેશન સાથે ઓસ્કરની આખરી હોડમાં સામેલ થઈ છે. તેની સાથે સાથે ડાયરેક્ટ ગુનીત મોંગાની ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ 'ધી એલીફન્ટ વ્હિસપર્સ'ને પણ નોમિનેશન મળતાં ભારતીય સિનેમા માટે આજે ત્રેવડી ખુશીની ક્ષણ સર્જાઈ હતી. 

બીજી તરફ ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાયેલી ડાયરેક્ટર નલિન પાનની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' અગાઉ આખરી ૧૫ ફિલ્મોમાં શોર્ટ લિસ્ટ થયા બાદ જોકે, આજે એક પણ કેટેગરીમાં નોમિનેટ નહીં થતાં તેના ચાહકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. 

રિઝ અહમદ અને એલિસન વિલિયમ્સ દ્વારા હોસ્ટ કરાયેલા નોમિનેશન એનાઉન્સમેન્ટમાં કુલ ૨૬ કેટેગરીમાં નોમિનેશન જાહેર કરાયાં હતાં. 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' બેસ્ટ પિક્ચર, બેસ્ટ સ્ક્રિન પ્લે, બેસ્ટ એક્ટર , બેસ્ટ એકટ્રેસ , બેસ્ટ સપોર્ટિંગ એકટર સહિત ૧૧ કેટેગરીમાં નોમિનેશન સાથે મોખરે રહી હતી. 

બેસ્ટ પિક્ચર 

ઓલ ક્વાઈટ ઓન ધી વેસ્ટર્ન ફ્રન્ટ , અવતાર ધી વે ઓફ વોટર , ધી બેનશિન ઓફ આઈનેશેરિન ,એલ્વિસ  ,એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ  ,ધ ફેબલમેન ,ટાર ,ટોપગન મેવરીક , ટ્રાયેંગલ ઓફ સેડનેસ  વીમેન ટાકિંગ 

    Sports

    RECENT NEWS