રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડાના જન્મદિવસ પર શુભેચ્છા આપી
અભિનેત્રીએ સુંદર તસવીર શેર કરીને વિજ્જુ કહીને સંબોધ્યો
મુંબઇ - રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પોતાના અંગત સંબંધોને લઇને ચર્ચામાં છે. જોકે તેમણે પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી. હાલમાં જ વિજય દેવરકોંડાનો જન્મદિવસ હતો ત્યાર્રે રશ્મિકાએ મંદાનાએ તેને સોશયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને વિજ્જુ સંબોધીને શુભેચ્છા આપી હતી. પરિણામે તેમના સંબંધો ફરી ચર્ચામાં આવી ગયા છે.
રશ્મિકાએ શુક્રવારે૯ મેના રોજ વિજય દેવરકોંડાની એક તસવીર શેર કરી હતી. સાથે તેણે શુભેચ્છા આપવામાં મોડું થઇ ગયું હોવાનું જણાવીને હેપ્પી બર્થ ડે વિજ્જુ કહ્યું હતું. તેમજ તેણે તેને અપાર ખુશીઓ, પ્રેમ, સારી હેલ્થ, વેલ્થ અને શાંતિની દુઆ પણ આપી હતી. તેનું વિજ્જુનું સંબોધન લોકોના ધ્યાનમાં આવી ગયું છે.
ઉલ્લેખનીય છ ેકે, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ભૂતકાળમાં બે ફિલ્મોમાં સાથ ેકામ કર્યું છે.