રજનીકાંતની તબિયત બગડી, પેટમાં તત્કાળ સ્ટેન્ટ મૂકાવ્યું

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
રજનીકાંતની તબિયત બગડી, પેટમાં તત્કાળ સ્ટેન્ટ મૂકાવ્યું 1 - image


દુનિયાભરના ચાહકો દ્વારા  પ્રાર્થના 

નિર્ધારિત રુટિન ચેક અપની આગલી રાતે જ અચાનક દુખાવો વધી જતાં   તત્કાળ હોસ્પિટલમાં

મુંબઈ :  સુપરસ્ટાર રજનીકાંતને અચાનક ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી હતી. રજનીકાંતને પેટમાં નીચેના ભાગે સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હોવાનું કહેવાય છે. 

રજનીકાંતે મંગળવારે હોસ્પિટલમાં રુટિન ચેક અપ માટે જવાનું જ હતું. પરંતુ, સોમવારે રાતે પેટમાં એકદમ અસહ્ય દુખાવો શરુ થયો હતો. આથી, તત્કાળ હોસ્પિટલ પહોંચવાની ફરજ પડી હતી. આજે   હોસ્પિટલની કેથ લેબમાં કાર્ડિયોલોજિસ્ટ દ્વારા એક પૂર્વ નિર્ધારિત શસ્ત્રક્રિયા કરી સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. 

રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર પ્રસરતાં જ દેશ અને દુનિયાના લાખો ચાહકો ચિંતિત બન્યા હતા. દુનિયાભરના ચાહકોએ તેમના માટે પ્રાર્થના શરુ કરી હતી. 

૭૩ વર્ષીય રજનીકાંતની તબિયત બરાબર છે  અને ચિંતાનું કોઈ કારણ નથી એમ તેમનાં પત્ની લતાએ મીડિયાને જણાવ્યું હતું.



Google NewsGoogle News