Get The App

'મારવાડી સામે કોઈનું ન ચાલે', વોટ્સએપમાં સ્ટેટસ લગાવનારા યુવકને MNS કાર્યકરોએ ફટકાર્યો

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
MNS Attack on Rajasthani Shopkeeper


MNS Attack on Rajasthani Shopkeeper: રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ફરી એકવાર વિવાદમાં છે અને આ વખતે પાર્ટીના એક કાર્યકર્તાએ એક મારવાડી વ્યક્તિને તેના વોટ્સએપ સ્ટેટસને કારણે માર માર્યો છે. 

વોટ્સએપમાં સ્ટેટસ લગાવનારા રાજસ્થાની યુવકને માર માર્યો 

આ ઘટના મુંબઈના વિક્રોલી વિસ્તારની છે, જ્યાં મનસે કાર્યકરોએ એક રાજસ્થાની દુકાનદારને તેના વોટ્સએપ સ્ટેટસને મરાઠી સમુદાય પ્રત્યે અપમાનજનક માનીને માર માર્યો અને તેને જાહેરમાં માફી માંગવા માટે પણ દબાણ કર્યું.

વિક્રોલીના ટાગોર નગર વિસ્તારમાં રહેતા એક રાજસ્થાની દુકાનદારે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું હતું કે, 'તમે રાજસ્થાનીઓની શક્તિ જોઈ છે, અમે મારવાડી છીએ, અમારી સામે કોઈનું કંઈ ન ચાલે.' આ સંદેશને મરાઠી ઓળખની વિરુદ્ધ માનવામાં આવ્યો, ત્યારબાદ સ્થાનિક મનસે કાર્યકરોએ દુકાનદાર પર માર માર્યો હતો. 

રસ્તા પર પરેડ કરાવી 

આ ઘટનાના વાઈરલ વીડિયોમાં, મનસે કાર્યકરો દુકાનદારને થપ્પડ મારતા અને દુર્વ્યવહાર કરતા જોવા મળે છે. તેને દુકાનની બહાર ઉભો રાખવામાં આવ્યો હતો અને માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. વીડિયોમાં દુકાનદાર હાથ જોડીને કહેતો જોવા મળે છે કે, 'હું ફરી આવી ભૂલ નહીં કરું.' કાર્યકરોએ ચેતવણી પણ આપી હતી કે ભવિષ્યમાં જો દુકાનદાર તેનો પરિવાર અથવા સ્ટાફને મરાઠી લોકો વિરુદ્ધ કંઈ કહેશે, તો તેમને વધુ ગંભીર પરિણામો ભોગવવા પડશે. મનસે કાર્યકરોએ દુકાનદારને માત્ર માર જ નથી માર્યો, પરંતુ તેને રસ્તા પર પરેડ પણ કરાવી અને બાદમાં તેને પોલીસને સોંપી દીધો. 

શું છે વિવાદ?

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દી અને મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો આદેશ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: પરભણીમાં ચાલુ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી ફેંકી દીધું

જોકે, બાદમાં આ આદેશમાં ફેરફાર કરીને હિન્દીને સામાન્ય રીતે ત્રીજી ભાષા બનાવવામાં આવી હતી, જેમાં 20 વિદ્યાર્થીઓ સંમત થાય તો અન્ય કોઈપણ ભાષા પસંદ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

વિરોધ પક્ષોનો વિરોધ

વિપક્ષી પક્ષો, ખાસ કરીને શિવસેના (UBT) અને રાજ ઠાકરેની પાર્ટી MNS એ આ નિર્ણયને હિન્દી લાદવાનો પ્રયાસ ગણાવ્યો અને તેનો સખત વિરોધ કર્યો. ત્યારથી મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઈને કેસ સામે આવી રહ્યા છે.

'મારવાડી સામે કોઈનું ન ચાલે', વોટ્સએપમાં સ્ટેટસ લગાવનારા યુવકને MNS કાર્યકરોએ ફટકાર્યો 2 - image

Tags :