For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એનઆઈએએ એન્ટિલિયા કેસની તપાસમાં નરી વેઠ ઉતારી છેઃ હાઈકોર્ટ

Updated: Jan 24th, 2023

Article Content Image

એનઆઈએ વધુ સઘન તપાસ કરે તેવી અપેક્ષા છે 

'કાવતરાના અન્ય સહભાગીઓના નામ જાહેર નથી કરાયા તથા માજી પોલીસ કમિશનરની ભૂમિકા પણ સ્પષ્ટ નથી કરાઈ

 મુંબઈ :  માજી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવતી વખતે હાઈ કોર્ટે એનઆઈએની તપાસ સામે પ્રશ્નો કર્યા હતા. એનઆઈએએ એન્ટિલિયા વિસ્ફોટક પ્રકરણ અને મનસુખ હિરેણ હત્યા કેસની સઘન તપાસ કરી નહોવાનું જણાય છે એવી ટિપ્પણી કરી હતી.

હાઈ કોર્ટના ન્યા. રેવતી મોહિતે ઢેરે અને આર. એન. લડ્ડાની બેન્ચે સુનાવણી દરમ્યાન જણવાયું હતું કે એન્ટિલિયાની બહાર જિલેટિન સ્ટીક ભરેલું વાહન મળી આવવા પ્રકરણે એનઆઈએએ જે રીતે પાર્કિંગના કાવતરાની તપાસ કરી એ સંતોષજનક નહોતી.

આટલું મોટું કાવતરું પૂર્વ આયોજન  વિના શક્ય નથી એમાં એક કરતાં વધુ જણની સંડોવણી હોવાની શક્યતા વધુ છે, એમ કોર્ટે જણાવ્યું હતું. મુખ્ય આરોપી, બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે સાથે સ્કોર્પિયોમાં જીલેટિનની સ્ટીક રાખવાનું કાવતપું કોણે રચ્યું એના પર એનઆઈએ મૌન રાખ્યું હોવાનું કોર્ટે નોંધ્યું હતું. તપાસમા ંસહકાવતરાખોરોના નામ જાહેર કરાયા નથી.

આ કાવતરા પાછળ લાંબું આયોજન થયું છે. ૧૦૦ દિવસ માટે હોટેલ ઓબેરોયમાં એક રૃમ બુક ક રી હતી, તેના માટે રોકડ રકમ અપાઈ હતી, બનાવટી આધાર કાર્ડ અપાયું હતું. અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરી નથી એવું પ્રથમદર્શી રીતે જણાય છે, એમ કોર્ટે નોંધ્યું હતું.

હાઈ કોર્ટે આદેશમાં એક સાઈબર નિષ્ણાતનું નિવેદન ટાંક્યું છે. તેને મંબઈના તત્કાલિન પોલીસ કમિશનર પરમબીર સિંહે પૈસા આપ્યા હતા. એનઆઈએએ એક સાયબર નિષ્ણાતનો જવાબ નોંધાવ્યો હતો. જેણે જણાવ્યું હતું કે તેને અકે અહેવાલ બદલી કરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ આ અહેવાલ મીડિયામાં  લીક થયો હતો.એનઆઈએની તપાસ બાબતે કોર્ટે જણાવ્યુંહતું કે સાક્ષી અટેલે કે સાયબર નિષ્ણાતને કેટલા પૈસા અપાયા? કમિશનને શું  ફાયદો થયો? એના જવાબ નથી અપાયા. અમને આશા છે કે એનઆઈએ આ કેસમાં ખરા અર્થમાં વધુ તપાસ કરશે, એમ કોર્ટે નોઁધ્યું હતું.

Gujarat