મુંબઈ યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર


ઑગસ્ટમાં ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી

માત્ર 54.14 ટકા વિદ્યાર્થીઓ પાસ

મુંબઈ :  મુંબઈ યુનિવર્સિટીએ ૨૬ અને ૨૭ ઑગસ્ટના રોજ લીધેલી પીએચડી પ્રવેશ પરીક્ષા (પેટ) નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓને તેમના લૉગઈનમાં આ રીઝલ્ટ ઉપલબ્ધ કરાવી અપાયું છે. આ પરીક્ષામાં ૫૪.૧૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે.

આ પરીક્ષા માટે કુલ ૪,૭૮૫ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાંથી ૨,૫૯૧ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જેમાં ૧,૧૦૯ વિદ્યાર્થીઓ તો ૧,૪૮૨ વિદ્યાર્થિનીઓનો સમાવેશ છે. આ પરીક્ષા વિવિધ શાખાના કુલ ૭૯ વિષય માટે ઓનલાઈન પદ્ધતિએ ઑગસ્ટ મહિને લેવાઈ હતી. 

પેટની પરીક્ષામાં સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ૨,૧૦૩માંથી ૧,૧૭૧ વિદ્યાર્થી, કોમર્સ અને મેનેજમેન્ટ શાખાના ૭૮૪માંથી ૪૬૮ વિદ્યાર્થી, હ્યુમિનીટીના ૧,૨૩૫માંથી ૫૭૧ વિદ્યાર્થી અને ઈન્ટરડિસિપ્લિનરી (આંતરવિદ્યાશાખા)ના ૬૬૩માંથી ૩૮૧ વિદ્યાર્થીઓ પાસ થયાં છે.


City News

Sports

RECENT NEWS