For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુંબઈ યુનિવર્સિટીમાં ડિસ્ટન્સ લર્નિંગમાં એમસીએ, એમએમએસ કોર્સ શરુ થશે

Updated: Sep 23rd, 2022

Article Content Image

આજથી કોર્સની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી ભરી શકાશે, 16મી ઑક્ટોબરે પરીક્ષા

મુંબઈ : મુંબઈ યુનિવર્સિટીની ઈન્સ્ટિટયૂટ ઓફ ડિસ્ટન્સ એન્ડ ઓપન લર્નિંગ (આઈડૉલ) સંસ્થામાં એઆઈસીટીઈ તેમજ યુજીસીએ માસ્ટર્સ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (એમએમએસ) અને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (એમસીએ) કોર્સને મંજૂરી આપી છે. આ કોર્સની પ્રવેશ પરીક્ષાના ઓનલાઈન એપ્લિકેશન ૨૪મી સપ્ટેમ્બરથી ત્રીજી ઑક્ટોબર દરમ્યાન ભરી શકાશે. આ કોર્સની પ્રવેશ પરીક્ષા ૧૬ ઑક્ટોબર, ૨૦૨૨ને રવિવારના રોજ ઓનલાઈન માધ્યમે થશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે એઆઈસીટીઈ તેમજ યુજીસીએ આઈડૉલને એમએમએસ કોર્સ માટે ૭૨૦ સીટ્સની ફાળવણી કરી છે. આ કોર્સ એમબીએ કોર્સની સમકક્ષ રહેશે. તેમજ આઈડૉલનો માસ્ટર્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન નવી મંજૂરી બાદ બે વર્ષનો કોર્સ કરાયો છે. જે પહેલાં ત્રણ વર્ષનો હતો. આ કોર્સને યુજીસી તેમજ એઆઈસીટીઈએ બે હજાર સીટ્સ ફાળવી છે. આ કોર્સમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટીની આઈડૉલ સંસ્થાએ ઓનલાઈન એપ્લિકેશન મગાવી છે. પ્રવેશ પરીક્ષાની તમામ માહિતી આઈડૉલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.  


Gujarat