For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હોલીક દહન પર મુંબઇના વર્લીમાં બાળવામાં આવશે કોરોના રાક્ષસનું પુતળું

Updated: Mar 10th, 2020

Article Content Imageમુંબઇ, તા. 10 માર્ચ 2020, મંગળવાર

દુનિયાભરમાં કોહરામ મચાવ્યા બાદ કોરોના વાઇરસ હવે ભારતમાં પણ ઘાતક સ્વરુપ ધારણ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં 43 પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઇરસના ભયના કારણે સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યાં છે. તેઓ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે.

હોળી પર પણ કોરોના વાઇરસની અસર જોવા મળી છે. લોકો હોળી રમવાથી બચી રહ્યાં છે. બીજી તરફ મુંબઇના વર્લી વિસ્તારમાં હોલીકા દહનમાં કોરોના નામના રાક્ષસનું પુતળુ બાળવામાં આવશે.

વર્લીમાં હોલીકા દહન માટે પુતળાની સાથે કોરોના નામના રાક્ષસનું પુતળું પણ મુકવામાં આવ્યું છે. હોલીકા દહન સમયે આ પુતળું બાળવામાં આવશે. પુતળાને રાક્ષસના સ્વરુપે રજુ કરવામાં આવ્યું છે અને તેના પર COVID-19 લખવામાં આવ્યું છે. પુતળાના હાથ એક સૂટકેસ છે, જેમાં આર્થિક મંદી લખ્યું છે.

Gujarat