Get The App

ડબ્બા ટ્રેડિંગમાં ઈડીના દરોડાઃ 3 કરોડ રોકડા, લક્ઝરી કાર જપ્ત

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
ડબ્બા  ટ્રેડિંગમાં ઈડીના દરોડાઃ 3 કરોડ રોકડા, લક્ઝરી કાર જપ્ત 1 - image


અનેક મોબાઈલ એપ્સ દ્વારા ટ્રેડિંગની આશંકા

ઈન્દોરમાં થયેલી ફરિયાદ બાદ મુંબઈમાં ચાર સ્થળોએ સર્ચ ઓપરેશન

મુંબઈ -  એન્ફોર્સમેન્ટ  ડિરેકટોરેટ (ઈડી)એ ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજીના મામલે મુંબઈમાં ચાર સ્થળોએ દરોડા પાડયા હતા. દરોડાની આ કાર્યવાહી દરમિયાન ૩.૩ કરોડ  રૃપિયાની બિનહિસાબી રોકડ, મોંઘી ઘડિયાળો, રોકડ ગણવાના મશીનો, દાગીના અને લકઝરી કાર જપ્ત કરવામાં આવી હતી. ઈડીની તપાસમાં  વી-મની વીએમ ટ્રેડિંગ અને અન્ય ઘણી એપ્સ તપાસ હેઠળ આવી ગઈ છે.  ઈડીએ હવાલા ઓપરેચરો અને ફંડ હેન્ડલરોની પણ ઓળખ મેળવી લીધી છે. ઈડીની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) એક્ટ હેઠળ કરવામાં આવી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ઈડીની તપાસ હેઠળ ડબ્બા ટ્રેડિંગ એપ્સ, વી-મની, વીએમ ટ્રેડિંગ, સ્ટાન્ડર્ડ ટ્રેડસ લિમિટેડ, આઈબુલ કેપિટલ, લોટસ બુક, ઈલેવન સ્ટાર્સ,  ગેમબેટ લીગ સહિત ઘણી કંપનીઓ છે. વાઈટ લેબલ એપ્સ દ્વારા સંચાલિત ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોેર્મ પર પૈસાના ટ્રાન્સફરની વિગતો પણ સામે આવી છે. આ સાથે જ હવાલાના કામ કરતા ઘણા લોકોન ી વિગતો પણ સામે આવી છે આ લોકોની ઓળખ પણ મેળવી લેવામાં આવી છે ઈડીની ટીમ આ મામલે  ડિજિટલ અને આર્થિક રેકોર્ડની  તપાસ પણ ચાલતી રહી છે.

આ પ્રકરણમાં સૌ પ્રથમ ઈન્દોરના લસૂડિયા પોલીસ મથકમાં એક એફઆઈઆર નોંધાઈ હતી જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૯ (૨) અને ૩૧૮ (૪) હેઠળ પીએમએલએ હેઠળ તપાસ શરૃ કરવામાં આવી હતી. ઈડીએ ગેરકાયદે  ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્કની તપાસ હેઠળ મુંબઈમાં ચાર સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન ૩.૩ કરોડની રોકડ સહિત ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

ઈડીની તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ નેટવર્કનો માસ્ટર માઈન્ડ વિશાલ અગ્નિહોત્રી છે જે વી-નની અને ઈલેવનસ્ટાર્સ (૧૧ સ્ટાર્સ)નો અસલ માલિક છે  વિશાલે લોટસ બુક નામની સટ્ટાબાજી પ્લેટફોર્મના એડમિન રાઈટસ ૫ ટકા નફાના ધોરણે  મેળવ્યા હતા. પછીથી આ રાઈટસ તેણે ધવલ દેવરાજ જૈનને સોંપી દીધા હતા. જેમાં વિશાલે ૦.૧૨૫ ટકા અને જૈને ૪.૮૭૫ ટકા હિસ્સાદારી રાખી હતી.

ધવલ જૈને તેના એક સાથીદાર જોન સ્ટેટસ ઉર્ફે પંડે સાથે મળી એક વાઈટ-લેબલ સટ્ટાબાજી એપ તૈયાર કરી અને આ પ્લેટફોર્મ  ૧૧ સ્ટાર્સ.ઈનના નામે વિશાલને પૂરું પાડયું હતું. આ સમગ્ર રમતમાં મયૂર પદ્યા નામનો હવાલા ઓપરેટર સામેલ હતો જે રોકડમાં પૈસાની હેરાફેરી અને ટ્રાન્ઝેકશન સંભાળતો હતો.

આ સમર્ગ નેટવર્કમાં વાઈટલેબલ એપ્સ દ્વારા સટ્ટાબાજીને ઓપરેટ કરવામાં આવતું હતું. એડમીન રાઈટસને નફાના વહેચાણ સાથે ફેરવવામાં આવતો હતો અને પૈસાની લેતી-દેતી  હવાલા સિસ્ટમથી કરવામાં આવતી હતી.  ઈડી હાલ આ સમગ્ર કૌભાંડના નેટવર્કની ડિજીટલ અને ફાઈનાન્શિયલ  જાણકારી ઉંડાણપૂર્વક મેળવવાનું  કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં આ પ્રકરણે મોટા માથાંઓની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.


Tags :