For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાશિકમાં લશ્કરના વિસ્તારમાં ડ્રોન દેખાતા ખળભળાટ

Updated: Sep 26th, 2022

Article Content Image

પોલીસ, એટીએસ સહિતની એજન્સીઓ કામે લાગી

મુંબઇ :  નાશિક શહેરમાં કેન્દ્ર સરકારના સંરક્ષણ વિભાગ હેઠળ આવતા લશ્કરી મથકો અતિ સંવેદનશીલ હોઇ તેને પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યા છે. અહીં આવેલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) પણ સંરક્ષણ વિભાગની એક અતિ-સંવેદનશીલ સંસ્થા હોઇ તેની આસપાસના અમૂક વિસ્તારને પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરી આ વિસ્તારને નો-ડ્રોન ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. આમ છતા શુક્રવારે સાંજે અહીંની સંરક્ષણ  દિવાલ નજીક ડ્રોન ઉડતું દેખાતા ખળભળાટ મચી ગયો હતો.

ડીઆરડીઓની બે નંબરની સુરક્ષા ચોકી પાસે આ અજાણ્યુ ડ્રોન શુક્રવારે સાંજે ઉડતું જોવા મળ્યું હતું. અહીંના એક ખેતરમાં કામ કરતા એક ખેડૂતના ધ્યાનમાં  આ વાત આવતા તેણે તરત જ દોડી જઇને અહીંના ચોકીદારને આ વાતની જાણકારી  કરી હતી. આ વાતની જાણ થયા બાદ ચોકીદારે પણ સ્વયં પરવાનગી વગર પ્રતિબંધિત વિસ્તારમાં આ ડ્રોન ઉડતું જોયા બાદ તેની જાણ સંબંધિત અધિકારીને કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમૂક પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતા મળી આવ્યા હતા. નાશિકમાં લશ્કરી યંત્રણાના મહત્વના અને અતિસંવેદનશીલ મથકો આવેલા હોવાથી અહીં ૧૬ જેટલા નો ફલાઇંગ ઝોન છે. તેમાથી ડીઆરડીઓ પણ એક છે. તેથી અજાણ્યુ ડ્રોન નજરે પડતા લશ્કરી યંત્રણાએ તેની ગંભીર નોંધ લીધી હતી. આ પ્રકરણે ત્યાર બાદ પાસેના પોલીસ સ્ટેશનમાં અજ્ઞાાત વ્યક્તિઓ ના વિરોધમાં ડ્રોન ઉડાડવા પ્રકરણે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્રકરણની જાણ  એટીએસને પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ એટીએસએ પણ સમાંતર તપાસ આદરી છે.


Gujarat