For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

થાણા જિલ્લામાં કોરોનાનો આંકડો 17118 દર્દીઓ, કુલ 8198 દરદીઓની સારવાર ચાલુ છે

- 8370 દર્દીઓ સાજા થયા જ્યારે 550નાં મૃત્યુ થયાં

Updated: Jun 17th, 2020

Article Content Image


(પ્રતિનિધિ દ્વારા) કલ્યાણ, તા.16, જુન 2020, મંગળવાર

થાણા જિલ્લામાં ૬ મહાનગરપાલિકાઓ, બે  નગરપાલિકા તથા ગ્રામીણ ભાગ મળીને જિલ્લામાં કોરોનાના કુલ આંકડો ૧૭,૧૧૮ને પાર થયો છે.  ૮૧૯૮  સારવાર હેઠળ છે ૮૩૭૦ સાજા થયેલ છે.  ૫૫૦નાં મૃત્યુ થયેલ છે.  થાણા મહાનગરપાલિકાાં કુલ ૨૬૪૭ કોરોનાના દરદીઓ સારવાર હેઠળ છે. ૨૬૦૧  સાજા થયેલ છે.  ૧૬૭નાં મૃત્યુ થયેલ છે. કલ્યાણ ડોંબિવલી  મનપામાં ૧૨૬૮ કોરોના દરદી સારવાર હેઠળ છે   ૧૦૯૩ સાજા થયેલ છે. ૬૪નાં મૃત્યુ થયેલ છે. નવી મુંબઈ  મહાનગરપાલિકા ૧૫૮૨  સારવાર હેઠળ છે. ૨૩૫૫ સાજા થયેલ છે. ૧૨૪નાં મૃત્યુ થયેલ છે.  મીરા-ભાયંદર મહાપાલિકા માં  ૮૦૮ની સારવાર ચાલુ છે   ૮૯૮ સાજા થયેલ છે.  ૮૬નાં મૃત્યુ થયેલ છે.  ઉલ્હાસનગરમાં  ૪૮૬ સારવાર હેઠળ છે. ૩૦૨ દરદીઓ  સાજા થયેલ છે. ૨૮નાં મૃત્યુ થયેલ છે.  ભિવંડી મનપામાં  ૪૩૯ દરદીઓ સારવાર હેઠળ છે. ૧૮૧ સાજા થયેલ છે.   ૩૦નાં મૃત્યુ થયેલ છે.  અંબરનાથમાં  ૪૭૯ ની સારવાર ચાલુ છે  ૩૦૭ સાજા થયેલ છે.  ૨૦નાં મૃત્યુ થયેલ છે.  બદલાપુરમાં  ૨૧૯ સારવારહેઠળ છે.  ૨૦૧ સાજા થયેલ છે. ૧૧નાં મૃત્યુ થયેલ છે.  થાણા ગ્રામિણમાં ૨૭૦ સારવાર હેઠળ છે ૩૭૯ સાજા થયેલ છે.  ૨૦નાં મૃત્યુ થયેલ છે.


Gujarat