Get The App

સેન્ટર ફોર એક્સલેન્સ ઈન હેરિટેજ લેંગ્વેજીસ સ્થપાશે

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
સેન્ટર ફોર એક્સલેન્સ ઈન હેરિટેજ લેંગ્વેજીસ સ્થપાશે 1 - image


મુંબઈ યુનિ. પ્રાચીન ભાષાઓને જીવંત કરશે

ભાષાઓના સંદર્ભે મલ્ટી કલ્ચરલ સ્ટડીઝને પણ આ સેન્ટરમાં આવરી લેવાશે

મુંબઈ -  ભારતના સમૃદ્ધ ભાષાકીય વારસાના અભ્યાસ, સંશોધન અને સંવર્ધન માટે મુંબઈ યુનિવર્સિટીમાં જલ્દી જ 'સેન્ટર ફોર એક્સલેન્સ ઈન હેરિટેજ લેંગ્વેજીસ એન્ડ મલ્ટી-કલ્ચરલ સ્ટડીઝ'ની સ્થાપના કરાશે. ભારતની લુપ્ત થઈ રહેલી ભાષાઓ અને તેની સંસ્કૃતિના જતન માટે આ કેન્દ્ર મહત્ત્વનું સાબિત થઈ શકે છે.

મુંબઈ યુનિવર્સિટીમાં સ્થાપિત થનાર આ કેન્દ્રમાં મુખ્યત્વે 'અવેસ્તા-પહલવી', 'પાલી' અને 'પ્રાકૃત' આ પ્રાચીન અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વની ભાષાઓ પર ભાર અપાશે. આ ભાષાનું સાહિત્ય, તેના બહુમૂલ્ય ગ્રંથો, હસ્તલિખિતો અને શિલાલેખોનું સંશોધન અને જતન એ આ કેન્દ્રોના મુખ્ય ઉદ્દેશ્યોમાંથી એક છે. 

આ પ્રસ્તાવિત કેન્દ્રના અનુસંધાને તાજેતરમાં યુનિવર્સિટીમાં 'હેરિટેજ લેંગ્વેજીસ એન્ડ કલ્ચર' વિષયે રાષ્ટ્રીય પરિસંવાદનું પણ આયોજન કરાયું હતું. મુંબઈ યુનિવર્સિટીના કુલગુરુ ડૉ.રવિન્દ્ર કુલકર્ણીના જણાવ્યાનુસાર, પ્રસ્તાવિત કેન્દ્ર એ 'યુગે યુગે ભારત', 'જ્ઞાાન ભારતમ્' અને 'ભારતીય ભાષા સંવર્ધન યોજના' જેવા રાષ્ટ્રીય ઉપક્રમો સાથે સમન્વય સાધી કાર્ય કરશે. આ કેન્દ્ર નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ના ઉદ્દેશ્યોને સુસંગત સંશોધન, અભ્યાસક્રમનો વિકાસ, ક્ષેત્રીય સર્વેક્ષણ અને ડિજીટાઈઝેશનના માધ્યમે ભારતીય ભાષાને જગવવાનું કાર્ય કરાશે.   


Tags :