મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબ, સામે આવ્યુ સાચુ કારણ

મુંબઈ, તા. 06 ઓગષ્ટ 2022, શનિવાર

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ કર્યા તેનો એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી કેબિનેટ વિસ્તરણ નથી થયું. તેને લઈને વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યુ છે. જોકે, શિંદે અને ફડણવીસ કહી રહ્યા છે કે, ટૂંક સમયમાં જ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જોકે, લોકો કેબિનેટ વિસ્તરણમાં થઈ રહેલા વિલંબનું કારણ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, હજુ સુધી બંન્ને પક્ષો તરફથી કંઈ સ્પષ્ટ કહેવામાં નથી આવ્યું. 

કોને કેટલા મંત્રી આપવા જોઈએ? બંને પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો માટે કેબિનેટ ફોર્મ્યુલા શું છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કારણોસર વિ્સકરણમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ હવે શિંદે સમૂહના પ્રવક્તા દીપક કરેસરકરે કેબિનેટ વિસ્તરણ ઠપ થવાનું સાચું કારણ જણાવ્યું છે.

ગઈ કાલે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા દીપક કરેસરકરે કહ્યું કે, પાર્ટીની અંદર લોકતંત્ર હોવું જોઈએ કે નહીં તે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જાણવા મળશે. વિસ્તરણમાં સમય લાગી શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટનું સમ્માન કરવાની જરૂરત છે. અમારા દ્વારા દેશની સર્વોચ્ચ ન્યાયાલય પ્રત્યે સમ્માન બનાવી રાખવાનું ચાલું છે. આ જ કારણ છે કે, અત્યાર સુધી મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં નથી આવ્યું. દીપક કેસરકરે જણાવ્યું કે વચગાળાનો આદેશ સોમવારે આવશે અને ત્યાર બાદ જ તેનું વિસ્તરણ કરવામાં આવશે.

આ દરમિયાન વિસ્તરણની સંભવિત યાદી સામે આવી છે. ચંદ્રકાન્ત પાટિલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, રવિન્દ્ર ચૌહાણ, રાધાકૃષ્ણ વિખે પાટિલ, પ્રવીણ દારેકર, તિતેશ રાણે, બબનરાવ લોણીકરને ભાજપના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે શિંદે સમૂહમાંથી શંભૂરાજે દેસાઈ, સંજય શિરસત, અબ્દુલ સત્તાર, સંદીપન ભૂમરે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, ઉદય સામંત અને દીપક કેસરકરના નામ સામે આવ્યા છે. 


City News

Sports

RECENT NEWS