વિડીયો કોલ કરીને કહ્યું, દેશભરમાં બોમ્બ વિસ્ફોટો થવાના છે


મુંબઈમાં વિસ્ફોટોની ધમકીનો સિલસિલો યથાવત

ફોન રિસીવ કરનારે જાણ કરતાં સાંતાક્રુઝ પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધ્યો

મુંબઇ :  સાંતાક્રુધમાં રહેતા એક વ્યક્તિને દેશમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળી હતી. અજાણ્યા આરોપીએ વિડીયો કોલ કરીને ધમકી આપી હતી.આ મામલે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ફોનનો સિલસિલો ચાલે છે.  અત્યાર સુધી મોટાભાગના ધમકીભર્યા ફોન અફવા જ પુરવાર થયા છે. પોલીસના જણાવ્યા મુજબ 'ફરિયાદી'નું નામ રફત હુસૈન (ઉં.વ.૫૫) છે. તે રાજકીય પક્ષનો પદાધિકારી છે. તેને કથિતરીતે એક અજાણી વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરવામાં આવ્યો હતો.

ફોન કરનારે દાવો કર્યો હતો કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરવાના છે. ત્યાર પછી હુસૈને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ગયો હતો તેણે પોલીસ અધિકારીને ફોન પર મળેલી ધમકીની માહિતી આપી હતી. પોલીસે તેની ફરિયાદને આધારે અજાણ્યા આરોપી સામે કલમ ૫૦૬ (૨) હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીની માહિતી પોલીસને મળી હોવાનું કહેવાય છે. પોલીસે તેને પકડવા વધુ તપાસ આદરી છે.

થોડા દિવસ અગાઉ મુંબઇ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કરીને ઝવેરી બજારમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ઉપરાંત ટ્રાફિક પોલીસની હેલ્પ લાઇન પર ૨૬/૧૧ જેવા આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી.મુંબઇ હંમેશા આતંકવાદીઓના નિશાન પર રહ્યું છે આથી પોલીસ સતર્ક રહે છે.


City News

Sports

RECENT NEWS