એર ઇન્ડિયાએ પોતાના છેલ્લા ચાર 747 જમ્બો જેટ્સ પણ વેચવા કાઢ્યા


- બોઇંગ વિમાનોનો વીવીઆઇપીઓ ઉપયોગ કરતા હતા

- એરક્રાફ્ટ્સના સેલ માટે યુકેની કંપનીની નિમણૂક

મુંબઇ: ટાટા ગુ્રપની માલિકીની એર ઇન્ડિયાએ સામાન્યપણે જમ્બો જેટ્સ તરીકે જાણીતા પોતાના બાકી બચેલા છેલ્લા ચાર બોઇંગ 747-400 વિમાન વેચવા યુકેની એક કંપનીની નિમણૂક કરી છે. આ જેટ વિમાનોને આ વચ્ચે ડિરજિસ્ટર્ડ કરાયા હતા.

1993 અને 1996 વચ્ચે બંધાયેલા આ વિમાનોને હાલ મુંબઈ એરપોર્ટમાં પાર્ક કરાયા છે. એ પૈકીના બે એરક્રાફ્ટ બહુ સારી કન્ડિશનમાં છે અને હજુ હમમાં સુધી વીવીઆઇપીઓ એનો ઉપયોગ કરતા હતા.

સ્કાયટેક એઆઇસીએ પોતાની વેબસાઇટ પર એક પ્રેસ રિલીઝ મૂકીને ઉક્ત જાહેરાત કરી હતી. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર જુલિયન બાલમે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા દ્વારા એના ચાર 747-400 બોઇંગનું વેચાણ કરવા અમારી નિમણૂંક કરાઈ છે. અમે બહોળો અનુભવ ધરાવતી એક એરક્રાફ્ટ માર્કેટિંગ કંપની છીએ.

બીજી તરફ એર ઇન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમારા વિમાનોના કાફલામાં 747 બોઇંગ્સ ફ્લેગશીપ હતા. એમને વેચવા કાઢવાનું અમને દુખ છે. 'જોકે, એની સાથોસાથ અમારા કાફલાને ભવિષ્ય માટે સજ્જ કરવા અમે એની સમીક્ષા અને મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અમે લેટેસ્ટ જનરેશનના વિમાનોને કાફલામાં સામેલ કરીશું. નવા એરક્રાફ્ટ ઇંધણની બચત કરનારા અને ઇકો-ફ્રેન્ડલી હશે, જેના આધારે એર ઇન્ડિયા પોતાના વિકાસના ભાવિ પ્લાન્સનો અમલ કરી શકશે.'

એરલાઇનના એક સિનિયર ઓફિસરના જણાવવા મુજબ જમ્બો જેટ્સમાં વધુ પડતું ઇંધણ વપરાતું હતું. તેમણે અત્યારે એરપોર્ટમાં સ્પેસ રોકી રાકી છે અને એટલે એમનો જલ્દી જ નિકાલ કરાશે.

બોમ્બે ફ્લાઇંગ ક્લબના પ્રમુખ મિહિર ભગવતીએ પોતાના પ્રત્યાઘાતમાં એમ કહ્યું હતું કે મારા પિતા દીપક ભગવતી એર ઇન્ડિયામાં સિનિયર એન્જિનિયર હતા. એમણે બોઇંગ 747-400 વિમાનમાં કામ કર્યું હતું. એમણે જમ્બો જેટ્સને સિવિલમાંથી વીવીઆઇપી વપરાશ માટે કન્વર્ટ કર્યા બાદ એમાં વડા પ્રધાને ઘણાં વિદેશ પ્રવાસ ખેડયા હતા.

City News

Sports

RECENT NEWS