નાશિકમાં નેઈલ કટર ગળી ગયેલા 8 માસના બાળકનો જીવ બચાવાયો


નાનાં બાળકનું બહુ સાવચેતી સાથે ઓપેરેશન

ઘરમાં રમતાં રમતાં નેઇલ કટર મોઢામાં નાખ્યું અને ગળાંમાં ફસાઈ ગયું

મુંબઈ : નાશિકમાં આઠ મહિનાના  એક બાળકે   તેના ઘરમાં રમતાં રમતાં નખ કાપવાનું સાધન(નેઇલ કટર) મોઢામાં નાખ્યું હતું. ગમે તે થયું બાળક તે નેઇલ કટર ગળી ગયો હતો.

આશીષ શિંદે નામના  બાળકને તરત જ નજીકની મેડિકલ  કોલેજમાં લઇ જવાયો હતો. ડોક્ટરોએ ઓપરેશન કરીને બાળકના ગળામાંથી નેઇલ કટર બહાર કાઢ્યું હતું. બાળકનો જીવ ઉગરી ગયો છે. 

આ ચિંતાજનક ઘટના  ૨૦૨૨ની ૧૯, સપ્ટેમ્બરે નાશિક શહેરના  નાશિક રોડ પરિસરના એક પરિવારમાં  બની હતી.

આશીષ શિંદેનાં કુટુંબીજનોએ એવી માહિતી આપી હતી કે ગયા સોમવારે આશીષે   ઘરમાં રમતાં રમતાં નેઇલ કટર મોઢામાં નાખ્યું હતું. થોડા સમય બાદ ગમે તે થયું, આશીષ  તે નેઇલ કટર  ગળી ગયો હતો.  પરિણામે આશીેષને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ દ્રશ્ય આશીષની માતાએ જોયું અને તે  ઘરનાં સભ્યોની મદદથી પુત્રને નજીકની મેડિકલ કોલેજમાં લઇ ગઇ હતી. 

આશીષ  શિંદે ફકત  આઠ મહિનાનો  હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ બહુ સાવચેતી  સાથે  ઓપરેશન કરીને તેના ગળામાંથી સલામત   રીતે નેઇલ કટર બહાર  કાઢ્યું હતું. આમ ડોક્ટરોની કુશળતાથી નાનકડા આશીષની જિંદગી બચી ગઇ  છે. હાલ આશીષ શિંદેની તબીયત સારી હોવાનું જાણવા મળે છે.


City News

Sports

RECENT NEWS