લાલબાગ ચા રાજાનાં મંડળને ખાડા ખોડવા બદલ 3.66 લાખ દંડ


માર્ગ-ફૂટપાથો પર 183 ખાડા ખોદ્યા હતા

ખાડા દિઠ 2 હજાર ચૂકવવાની નોબત આવી

મુંબઈ :  લાબાગના રાજા મંડળને ગણેશોત્સવ દરમિયાન રસ્તા અને ફૂટપાથ ઉપર ૧૮૩ ખાડા ખોદવા બદલ મુંબઈ મહાપાલિકાએ ૩.૬૬ લાખનો દંડ ફટકાર્યો છે. આમ ખાડા દીઠ બે હજાર રૃપિયા ચુકવવાની નોબત આવી છે.

મહાપાલિકાના નિયમ મુજબ ગણેશોત્સવ મંડળોને પંડાલ બાંધતી વખતે રસ્તા અન ેફૂટપાથ પર ખાડા નહીં ખોદે એ શરતે પરવાનગી આપવામાં આવે છે. આમ છતાં ગણેશોત્સવ પછી પાલિકાના તપાસમાં જોવા મળ્યું હતું કે અનેક મંડળોએ પંડાલ માટે બાંબૂ ખોડવા રસ્તા અને ફૂટપાથ પર ખાડા ખોદ્યા હતા.

મહાપાલિકાની 'ઈ' વોર્ડ ઓફિસ તરફથી લાલબાગના રાજા ગણેશોત્સવ મંડળની સમિતિને નોટિસ આપવામાં આવી છે. પાલિકાના ઇન્સ્પેક્શન વખતે એવું જાણવા મળ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકર રોડ અને ટી. બી. કદમ માર્ગ વચ્ચેના પટ્ટામાં ખાડા ખોદી રસ્તાને નુકસાન પહોંચાડાયું હતું. ફૂટપાથ ઉપર ૫૩ અને રસ્તા ઉપર ૧૩૦ ખાડા ગાળવામાં આવ્યા હતા. આથી પાલિકાએ લાલબાગના રાજા મંડળને ૩.૬૬ લાખ દંડ ચૂકવવાની તાકીદ કરતી નોટિસ આપી છે.


City News

Sports

RECENT NEWS