વાંકાનેર પંથકમાંથી પકડાતી 21.65 લાખની પાવર ચોરી

Updated: Jan 25th, 2023


મરઘા ઉછેર કેન્દ્રમાંથી વીજ ચોરી મળી આવી

ગ્રામીણ વિસ્તારોમાં પાવર ચોરી કરનારા ઝડપાયા

મોરબી: મોરબી વર્તુળ કચેરી દ્વારા જીલ્લામાં વિવિધ સ્થળોએ સતત વીજચેકિંગ કરીને વીજ ચોરી ઝડપી લેવામાં આવી રહી છે. જેમાં અગાઉ હળવદ બાદ હવે વાંકાનેર પંથકમાં આજે વીજચેકિંગ કરાયું હતું જેમાં ૨૧.૬૫ લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે 

જામનગર, ભુજ, અંજાર અને મોરબી જીલ્લાની કુલ ૧૭ ટીમો દ્વારા વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વીજ જોડાણોમાં વીજ ચોરીનું પ્રમાણ હોવાથી વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રહેણાંકના કુલ ૨૭ વીજ જોડાણોમાંથી ૪ માં, વાણીજ્ય હેતુના ૫૧ જોડાણો ચેક કરતા ૦૮ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ હતી જેથી કુલ ૧૨ કનેક્શનમાં ગેરરીતી સામે આવતા કુલ ૨૧.૬૫ લાખના ગેરરીતીના બીલો ફટકારવામાં આવ્યા છે.

    Sports

    RECENT NEWS