For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહેસાણાની સાંઈક્રિષ્ના હોસ્પિટલમાં આજે ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ

- બે જિલ્લામાં પીએસએ ઓક્સીજન પ્લાન્ટ શરૂ થશે

- પાટણમાં ધારપુર હોસ્પિટલમાં સોમવારે લોકાર્પણ થશે

Updated: Jul 10th, 2021

Article Content Imageમહેસાણા,તા.9

કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજનના અભાવે માનવજીવન અસ્તવ્યસ્ત કરી મુક્યું હતું. જેથી ત્રીજી લહેર સામે લડવા  નવા ઓક્સીજન પ્લાન્ટો વધારવાની જરૃરીયાત સમજાઈ હતી. ત્યારે શનિવારે મહેસાણા જિલ્લામાં સાંઈ ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે નવીન ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ પાટણની ધારપુર હોસ્પિટલમાં સોમવારે શરૃ થઈ જશે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ જિલ્લામાં નવા બે પીએસએ ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણની ઘડીઓ મંડાઈ છે. મહેસાણામાં દૂધ સાગર ડેરીના સહયોગથી ૩૦ લાખના ખર્ચે સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં પીએસએ ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ  શનિવારે સી.આર.પાટીલ તેમજ  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહી ઉદ્ધાટન કરશે. આ પ્લાન્ટની ક્ષમતા ૩૩૪ લીટર પ્રતિ મિનીટ છે, જેમાં પ્રતિદિન ૫૦ દર્દીઓને ઓક્સીજન પુરો પાડી શકાશે. બીજી તરફ ધારપુર હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં પણ સોમવારે ધારપુર હોસ્પિટલમાં પીએસએ ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ થશે.  આ પ્લાન્ટ  દૈનિક ૧૦૦૦ લીટર પ્રતિમિનીટ ઓક્સીજન પુરો પાડશે. પ્રધાનમંત્રી કેર ફંડમાંથી સ્થપાયેલ પ્લાન્ટ દ્વારા દરરોજ ૧૦૦ દર્દીઓને ઓક્સીજન મળી રહેશે.

Gujarat