For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લવ જેહાદ: મુંબઈથી હિન્દુ સગીરાને ભગાડી જનાર મુસ્લિમ યુવક ઝબ્બે

- મહેસાણા એલસીબીએ બાળ કિશોરીને ચુંગાલમાંથી છોડાવી

- પોલીસે જુદી જુદી ટીમો બનાવી છત્રાલ નજીકના મિલન ફ્લેટના ચોથા માળેથી શોધી કાઢ્યા

Updated: Jul 10th, 2021

મહેસાણા, તા.9

મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતી હિન્દુ સગીરાને ત્રણેક દિવસ પહેલા મુસ્લિમ યુવક ભગાડીને લઈ ગયો હતો. આ બ ન્ને જણા મહેસાણા તરફ આવ્યા હોવાની બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેઓની શોધખોળ શરૃ કરી હતી. જેમાં મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સની તપાસમાં મળેલી કડીઓના આધારે બન્નેને છત્રાલ નજીક આવેલા એક ફ્લેટના ચોથા માળેથી ઝડપી લીધા હતા. ત્યારબાદ આરોપી અને બાળ કિશોરીને મુંબઈ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

મુંબઈ શહેરના નવઘર પોલીસ સ્ટેસનના વિસ્તારમાં રહેતા એક હિન્દુ પરિવારની સગીર વયની બાળ કિશોરીને ઉત્તરપ્રદેશના સિધ્ધાર્થનગર જિલ્લામાં આવેલ કમહરીયા ગામનો માજી હાફીઝ શહા નામનો મુસ્લિમ યુવક ત્રણ દિવસ પહેલા ભગાડી ગયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત નવઘર વિસ્તારમાં પડયા હતા. દરમિયાન ભોગ બનેલ બાળકિશોરીને લઈને આરોપી યુવક મહેસાણા જિલ્લાના નંદાસણથી છત્રાલ વચ્ચેના વિસ્તારમાં આવીને રોકાયો હોવાની હકીકત મુંબઈ પોલીસને જાણવા મળી હતી. જેના આધારે તેમણે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.એમ. વાળાનો ટેલીફોનીક સંપર્ક કરીને સહયોગની માંગ કરી હતી. તે અન્વયે આરોપી યુવક અને બાળકિશોરીની શોધખોળ કરવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જ્યારે એલસીબીના પીએસઆઈ એ. કે. વાઘેલા અને પોલીસ સ્ટાફને નંદાસણ તરફ રવાના કર્યા હતા. જેમાં ટેકનિકલ સર્વેલન્સની તપાસમાં મળેલી કડીઓ અને આરોપીના મોબાઈલના લોકેશનના આધારે વિગતો મેળવીને પોલીસે તેઓને મહેસાણા જિલ્લાની બોર્ડર ઉપરના છત્રાલ રોડ પર આવેલ મિલન ફ્લેટના ચોથા માળના રૃમમાંથી ઝડપી લીધા હતા. ત્યારબાદ આરોપી અને બાળ કિશોરીને મુંબઈ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

Gujarat