કડી: રખડતી ગાયમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુ ડોકટરોની ટીમો દોડી

- વાછરડામાં લમ્પી નહી પણ મસા દેખાતાં તબીબોએ હાશકારો અનુભવ્યો

કડી,તા.28

કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલ શિકાગો સોસાયટીની બહાર રોડ ઉપર ફરતી ગાયમાં લમ્પી જેવા રોગના શંકાસ્પદ લક્ષણો દેખાતા કડી પશુ સારવાર કેન્દ્રના ડોકટરોની ટીમ દોડી આવી હતી.

કડી શહેરના કરણનગર રોડ વિસ્તાર માં આવેલી શિકાગો સોસાયટી ની બહાર છેલ્લા ત્રણ દિવસથી એક ગાયનું વાછરડું ફરતું હતું .તેના શરીર ઉપર લમ્પી વાયરસ જેવા રોગ ના લક્ષણો દેખાતા જાગૃત નાગરીકે તેના મોબાઈલમાં ફોટા પાડી કડી પશુ દવાખાના ના ડોકટરને મોકલી આપતા હાજર ડોકટર દ્વારા ત્વરિત પણે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી વાછરડા ની તપાસ કરતા વાયરસ ના કોઈ લક્ષણો નહિ જણાતા હાશકારો અનુભવ્યો હતો.ડાક્ટરોના જણાવ્યા મુજબ વાછરડાના શરીર ઉપર વાયરસ ના લક્ષણો નહિ પરંતુ મસા થયા હોવાનું જણાવાયું હતું.

City News

Sports

RECENT NEWS