For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જન્માષ્ટમી જુગારાષ્ટમી બની : 187 શકુની પકડાયા

- પોલીસના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ 30 દરોડા

- સ્થાનિક પોલીસની સાથે એજન્સીઓએ દરોડો પાડી 15.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

Updated: Aug 13th, 2020

Article Content Image

ગાંધીનગર, તા. 13 ઓગસ્ટ, 2020, ગુરૂવાર

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર જન્માષ્ટમીએ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો અને જુગારીએ છાકટા બનીને ઠેકઠેકાણે બોર્ડ બેસાડી રહયા હતા ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાના પગલે ગાંધીનગર, કલોલ અને દહેગામ તાલુકાના સ્થાનિક પોલીસ અને એજન્સીઓએ અલગ અલગ ૩૦ જેટલા સ્થળોએ દરોડા પાડીને કુલ ૧૮૭ જુગારીઓને જુગાર રમતાં ઝડપી લઈને ૧પ.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ તમામ જુગારીઓ સામે જુગારધારાની સાથે સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગનો ગુનો પણ નોંધ્યો હતો.

સે-૪- સે-૭ પોલીસે પ્લોટ નં.૩૧/૧, સે-૪ ખાતે દરોડો કરીને જુગાર રમતાં અમિત કૌશિકભાઈ સોલંકી (દેવીપુજક) રહે.પ્લોટ નં.૩૪/ર, સે-૪, પંકજ બચુભાઈ પાંડોર રહે.પ૮/ર, સે-૪/એ, શૈલેષ મોહનભાઈ પરમાર રહે.૭૦૨/ર, સે-૩/સી અને ગીરીરાજસિંહ જયેન્દ્રસિંહ વાઘેલા ૧૩૨૧/ર, સે-૪/સીને ૨૬ હજારના મુદ્દામાલ સાથે પકડયા હતા.

 સે-૧૨- સે-૭ પોલીસે સેકટર-૧રના બગીચા પાસે ખુલ્લી જગ્યામાં દરોડો કરીને જુગાર રમતાં કડીના જયેશભાઈ દલસુખભાઈ દંતાણી, સ્વામી વિવેકાનંદનગર સે-રપમાં રહેતા પંકજભાઈ ભલાભાઈ દંતાણી, વાવોલ કુબેરનગરના ધર્મેશભાઈ મહેશભાઈ દંતાણી અને સે-૧ર છાપરા ખાતે રહેતા મનોજભાઈ મહેશભાઈ દંતાણીને ૧૭૬૩૦ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

રૂપાલ-વાલરીયા તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં અમરભાઈ અમરતભાઈ બારોટ, વિજયકુમાર રમેશભાઈ પટેલ, ધુ્રહીલ દિનેશભાઈ પટેલ, વિમલ રમેશભાઈ પટેલ, વિશાલ દિનેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ નાથાભાઈ પટેલ, ચિરાગ ભરતભાઈ પટેલ, યશ પ્રવિણભાઈ પટેલ, સંદિપ હસમુખભાઈ બારોટ અને જય વિષ્ણુભાઈ પટેલ, નિલેશ વિષ્ણુભાઈ પટેલ, ઝલક દિનેશભાઈ પટેલ, ધવલ સુરેશભાઈ દરજી તમામ રહે. રૂપાલને ૧.૯૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઉનાવા-પેથાપુર પોલીસે ડાહયાભાઈ મરગાભાઈ પટેલના બોરકુવા ઉપર ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ઉનાવા ગામના જ સાગર રમેશભાઈ પટેલ, સુનિલ બાબુભાઈ પટેલ, દોલતસિંહ અરજણજી ડાભી અને પીન્ટુજી પેથાજી ડાભીને ૧૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બોરીજ- બોરીજના નવાપરા આયુર્વેદિક નર્સરી વરંડા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં નવીનજી ચેલાજી ઠાકોર રહે.બોરીજ, ભંવરસિંહ મિશ્રુસિંહ ચૌહાણ રહે.રાજભવન સ્ટાફ કવાર્ટસ, રાજુભાઈ પોપટભાઈ દંતાણી રહે.બોરીજ અને મંગીલાલ રમણજી વણઝારા રહે.બોરીજને ઝડપી લઈ ૧૩૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વલાદ-ડભોડા પોલીસે વલાદના વ્યાસવાડામાં દરોડો પાડીને જુગાર રમતાં ગામના જ ગૌરાંગ ભાનુભાઈ વ્યાસ, રાકેશ પ્રમોદભાઈ વ્યાસ, ગોવિંદભાઈ ચંદુલાલ વ્યાસ, અનિલભાઈ નરસિંહભાઈ વ્યાસને રૂા.ર૦૫૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઉદણ-રખિયાલ પોલીસે પણ ઉદણ ગામમાં જગાભાઈના ખેતરમાં બોરકુવા ઉપર દરોડો કરીને જુગાર રમતાં  ઉદણ ગામના જગદીશભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ હરીભાઈ પટેલ, પોપટભાઈ સોમાભાઈ પટેલ, સાગરભાઈ શીવાભાઈ પટેલ, કિરણકુમાર પ્રતાપજી ઠાકોર તથા સામેત્રી ગામના વિષ્ણુજી બાદરજી ઠાકોર, ધુળાજી ચુનીલાલ ઠાકોર, અમરતસિંહ પુંર્જસિંહ ઠાકોર અને નવલસિંહ જાલમસિંહ ઠાકોરને ૮૪૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 

રખિયાલ-રખિયાલ પોલીસે ગામમાં આવેલા મોહબતસિંહ ઉદેસિંહ ઠાકોરની ઓરડીના આગળના ભાગે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં રખિયાલ ગામના જ મહેશકુમાર ગાંડાભાઈ પ્રજાપતિ, નરેશકુમાર પ્રભાતસિંહ રાઠોડ, સુરજસિંહ મનુસિંહ ચૌહાણ, મેલસિંહ પ્રભાતસિંહ રાઠોડ, રણજીતસિંહ ચતુરસિંહ ઝાલા, વિક્રમસિંહ ચેહરસિંહ ઝાલા, અરવિંદસિંહ ભગવતસિંહ ચૌહાણને ૧૩૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ગિયોડ-ચિલોડા પોલીસે ગિયોડ મંદિરવાળા વાસમાં દરોડો કરીને જુગાર રમતાં ગિયોડ ગામના અમરત સુખાભાઈ ચૌધરી, અનિલ બાબુભાઈ ચૌધરી, નરેશ નથ્થુભાઈ ખીમનાણી, નિકેશભાઈ હીરાભાઈ ચૌધરી, કોદરભાઈ સોમાભાઈ રાવલ, શીવાભાઈ ગોબરભાઈ પટેલ (ચૌધરી), બાબુભાઈ રામજીભાઈ દરજી, વિનોદભાઈ પ્રહલાદભાઈ રાવલ અને રમણભાઈ હરીભાઈ પટેલને ૬૭૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

શાહપુર-ડભોડા પોલીસે શાહપુર મનુભાઈ કુબેરદાસ પટેલના બોરકુવા ઉપર દરોડો પાડીને જુગાર રમતાં જગુદણના ધર્મેન્દ્ર રામાજી ઠાકોર, મોડાસાના રાકેશ મગનભાઈ કોળી, લવાડના વિનુભાઈ નારૂભાઈ ઠાકોર, રોઝુના કરશનભાઈ પોપટભાઈ ઠાકોર તથા શાહપુરના  નવીન જગમાલભાઈ કોળી, દિનેશભાઈ જગમાલભાઈ કોળી, રમેશ માડણભાઈ કોળીને ૧૦૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 

જાખોરા-ચિલોડા પોલીસે જાખોરા ઈન્દિરાનગર ખાતે દરોડો પાડીને જુગાર રમતાં શિવાભાઈ અરજણભાઈ રાઠોડ રહે.ચિલોડા, રાહુલ બાબુભાઈ રાઠોડ રહે.જાખોરા, ઉદયસિંહ શંકરસિંહ વાઘેલા રહે.રાજપુર, દોલારાણા વાસણા, બાબુજી આતાજી ઠાકોર, ઉદાજી રૂપસંગજી ઠાકોર, વિજય દાનાજી રાઠોડ તમામ રહે.જાખોરાને  ૧૨૯૭૦ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

વાસણા રાઠોડ-દહેગામ પોલીસે વાસણા રાઠોડ ગામેથી જુગાર રમતાં વાસણા સોગઠીના લાલસિંહ જશવંતસિંહ બિહોલા, વડવાસાના વિપુલસિંહ પુંજાજી રાઠોડ, ધણપના મહેન્દ્રસિંહ પુંજાજી રાણા તથા વાસણા રાઠોડના ભુપેન્દ્રસિંહ નટુજી રાઠોડ, રણજીત ઉર્ફે ભુરાભાઈ દલપતસિંહ રાઠોડ, સુખાભાઈ બળદેવજી રાઠોડને ૧૧૯૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

દહેગામ-દહેગામ પોલીસે રામાજીના છાપરાની સીમમાં લાલભાઈ ઠાકોરના બોરકુવા ઉપર જુગાર રમતાં અમદાવાદ ગોમતીપુરના અફસરહુસૈન અનવરહુસૈન અંસારી, મહંમદઅયુબ મહંમદઈસ્લામ અંસારી, અરમાનખાન જલીલખાન પઠાણ, મહેમુદહુસૈન ઈકબાલહુસૈન શેખ, મહંમદશાહીદ મહંમદસલીમ અંસારી, શાહઆલમના મહંમદસાવન તબારકહુસેન અંસારી, બાપુનગરના ઈમરાનઅહેમદ ઈસ્તિખારઅહેમદ અંસારીને ૧૦૫૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તોરામાજીના છાપરાના હરતાનજી ઉદેસિંહ ઠાકોર ભાગી છુટયો હતો.

દહેગામ, શ્રીજીકુંજ સોસાયટી-દહેગામ પોલીસે શ્રીજીકુંજ સોસાયટી મકાન નં.૪૦ની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગા રમતાં રાકેશ ચંદ્રકાંત અમીન રહે.૪૦,શ્રીજી કુંજ સોસાયટી, જશવંતભાઈ તુષારભાઈ દવે રહે.૯૧, ગુહા બોર્ડ દહેગામ, જીનેશ કાંતિભાઈ પટેલ રહે.૧૧ નહેરૂપાર્ક સોસા.દહેગામ, રમેશભાઈ અમૃતભાઈ સોની રહે.૧૦૮ સાન્વી રેસી.દહેગામ, અરૂણભાઈ મંજીભાઈ પટેલ રહે.૧૦૧, પંકજ સોસાયટી વિ.ર દહેગામ, ભદ્રેશકુમાર દેવભાઈરામ બારોટ રહે.દહેગામ અને દાનાજી ચેહરાજી ચૌહાણ રહે.બારીયાના છાપરા દહેગામને ૧૦૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત ડભોડા પોલીસે સોનારડામાં ચાર, પેથાપુર પોલીસે બે અલગ અલગ સ્થળોએ દરોડો પાડીને આઠ અને ઈન્ફોસીટી પોલીસે રાયસણમાંથી વરલી મટકાનો જુગાર રમાડતાં બે શખ્સોને ઝડપી પાડયા હતા. જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક દરમ્યાન જન્માષ્ટમીનો જુગાર રમતાં કુલ ૧૮૭ જુગારીઓને ૧પ.૩૩ લાખના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા હતા

Gujarat