For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જિલ્લામાંથી 48 કલાકમાં 34 કેસ મળી આવ્યાં : 54 ડીસ્ચાર્જ

Updated: Aug 13th, 2020

Article Content Image

ગાંધીનગર, તા. 13 ઓગસ્ટ, 2020, ગુરુવાર

જન્માષ્ટમીએ છેલ્લા ૨૪ કલાકમાં ગાંધીનગર જિલ્લામાંથી ૧૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતાં. જેમાં કુડાસણમાં ત્રણ મળી ગાંધીનગર તાલુકામાંથી કુલ પાંચ કેસ મળી આવ્યા હતાં. કુડાસણમાં ૨૪ વર્ષિય સરકારી કર્મચારી, ખાનગી નોકરી કરતો ૪૩ વર્ષિય યુવાન અને ૨૨ વર્ષિય વિદ્યાર્થીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઉનાવાના વૃદ્ધા તથા ઉવારસદમાં રહેતો અને સ્ટુડીયો ધરાવતો ૫૦ વર્ષિય આધેડ પણ કોરોનામાં સપડાયો છે. દહેગામમાં બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. દહેગામમાં રહેતા ૭૨ વર્ષિય વૃદ્ધ તથા સાંપામાં રહેતાં અને ફેક્ટરીમાં નોકરી કરતો ૫૨ વર્ષિય પુરુષ સંક્રમિત થયો છે. માણસામાંથી ચાર કેસ મળી આવ્યા હતાં. જેમાં માણસાનો દુકાનદાર, ગુન્મા, રીંદ્રોલનો યુવાન તથા પારસા ગામનો ખેડૂત સંક્રમિત થયા હતાં. કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બુધવારે પાંચ કેસ મળી આવ્યા હતાં. જેમાં કલોલમાં મેડિકલ સ્ટોર ધરાવતાં ૬૪ વર્ષિય દુકાનદાર, ૬૫ વર્ષિય વૃદ્ધ, છત્રાલમાં રહેતો અને માર્કેટીંગનો નોકરી કરતો ૪૫ વર્ષિય યુવાન, નાંદોલીમાં રહેતો ૩૪ વર્ષિય ઇલેકટ્રીકલ એન્જીનીયર તથા મુબારકપુરના ૮૪ વર્ષિય વૃદ્ધનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તા.૧૩ને ગુરુવારના રોજ જિલ્લામાંથી વધુ ૧૮ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી કુડાસણમાંથી ચાર મળી ગાંધીનગર તાલુકામાંથી ૧૨ કેસ સામે આવી રહ્યાં છે. સરગાસણમાંથી સરકારી મહિલા કર્મચારી ઉપરાંત ખાનગી નોકરી કરતો ૪૫ વર્ષિય યુવાન સંક્રમિત થયો છે. અડાલજમાં મહિલા સરકારી કર્મચારી, ૬૦ વર્ષિય વૃદ્ધ તથા વેપારી યુવાન પોઝિટિવ આવ્યા છે. સાદરાના ૬૮ વર્ષિય નિવૃત્ત કર્મચારી, કોલવડાના શ્રમજીવી તેમજ ઇસનપુર મોટાના વૃદ્ધ પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે. દહેગામમાં દુકાનદાર આધેડ સંક્રમિત થયો છે. જ્યારે કલોલ શહેરી વિસ્તારમાંથી ત્રણ અને ગ્રામ્યમાંથી બે એમ પાંચ કેસ મળી આવ્યા છે. જેઠલજના વૃદ્ધ તથા મોખાસણનો યુવાન સંક્રમિત થયા છે.

ક્રમ

ઉંમર

પુ./સ્ત્રી

વિસ્તાર

૨૪

પુરુષ

કુડાસણ

૪૩

પુરુષ

કુડાસણ

૨૨

પુરુષ

કુડાસણ

૮૧

પુરુષ

કુડાસણ

૬૫

પુરુષ

કુડાસણ

૪૮

પુરુષ

કુડાસણ

૪૪

પુરુષ

કુડાસણ

૪૫

પુરુષ

સરગાસણ

૪૮

સ્ત્રી

સરગાસણ

૧૦

૩૦

સ્ત્રી

અડાલજ

૧૧

૬૦

પુરુષ

અડાલજ

૧૨

૨૯

પુરુષ

અડાલજ

૧૩

૬૮

પુરુષ

સાદરા

૧૪

૫૫

પુરુષ

કોલવડા

૧૫

૬૬

પુરુષ

ઇસનપુરમોટા

૧૬

૮૬

સ્ત્રી

ઉનાવા

૧૭

૫૦

પુરુષ

ઉવારસદ

૧૮

૭૨

પુરુષ

દહેગામ

૧૯

૫૪

પુરુષ

દહેગામ

૨૦

૫૨

પુરુષ

સાંપા

૨૧

૩૫

પુરુષ

માણસા

૨૨

૩૩

પુરુષ

ગુન્મા

૨૩

૪૪

પુરુષ

રીંદ્રોલ

૨૪

૫૫

પુરુષ

પારસા

૨૫

૬૪

પુરુષ

કલોલ

૨૬

૬૫

પુરુષ

કલોલ

૨૭

૪૬

પુરુષ

કલોલ

૨૮

૫૦

સ્ત્રી

કલોલ

૨૯

૫૦

સ્ત્રી

કલોલ

૩૦

૭૦

પુરુષ

જેઠલજ

૩૧

૩૦

પુરુષ

મોખાસણ

૩૨

૪૫

પુરુષ

છત્રાલ

૩૩

૩૪

પુરુષ

નાંદોલી

૩૪

૮૪

પુરુષ

મુબારકપુર

Gujarat