For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહિલા કોન્સ્ટેબલ સાથે પોલીસ પતિના આડા સબંધથી પત્નીને ત્રાસ

મેં મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરી લીધા છે, તેની સાથે રહેવાનો છું કહીને મારી નાંખવાની ધમકી આપી

Updated: Jul 5th, 2020


અમદાવાદ,  રવીવાર

સાણંદમાં રહેતી પરિણીતાએ મહિલા કોન્સ્ટેબલ સાથે આડા સંબંધ ધરાવતા પતિ વિરૃધ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.મહિલા કોન્સ્ટેબલ સાથે પોતે લગ્ન કરી લીધા છે કહીને તેણે પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પરિણીતાએ  આ મહિલા કોન્સ્ટેબલ સામે પણ ગુનો નોંધાવ્યો છે.Article Content Image 

આ બનાવની વિગત મુજબ સાણંદમાં રાધે વિહાર સોસાયટીમાં રહેતા પારૃલબાના લગ્ન ૧૫ વર્ષ અગાઉ રેથલ ગામમાં રહેતા ઈન્દ્રજીતસિંહ વજુભા વાઘેલા સાથે થયા હતા. જેમાં તેમને ૧૧ વર્ષનો એક પુત્ર છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા ઈન્દ્રજીતસિંહને પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા હીનાબહેન રાવલ સાથે આડા સંબંધ હોવાનું તથા બન્નેએ લગ્ન કર્યા હોવાનું પારૃલબાને જાણવા મળ્યું હતું. આથી પારૃલબાઅ ે સમજાવવાનો પ્રયાસ કરતા પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો. પારૃલબાએ તેમના પિતા અને સમાજના આગેવાનોને પણ ઈન્દ્રજીતસિંહને સમજાવવા મોકલ્યા હતા.

 પારૃલબાએ  પોતાના પતિ સાથે આવો વ્યવહાર ન કરવા મહિલા કોન્સ્ટેબલ હીના રાવલને અવારનવાર સમજાવ્યા હતા પરંતુ હીના રાવલે અમે પોલીસ ખાતામાં છીઅ ે તારાથી થાય તે કરી લેજે અને તારો પતિ મારા અંકુશમાં છે તેવું કહીને પારૃલબાને માનસિક ત્રાસ આપતી હતી. તે સિવાય પતિ અવારનવાર ઘર છોડીને ક્યાંક જતો રહેતો હતો અને મેં  મહિલા કોન્સ્ટેબલ હીનાની સાથે લગ્ન કર્યા છે અને તેની પાસે રહેવાનો છું કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેને પગલે પારૃલબાએ અમદાવાદ ગ્રામ્ય પોલીસના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ઈન્દ્રજીતસિંહ અને હીના રાવલ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.  

Gujarat