For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિધવાને કુહાડીના ઘા મારી માથુ-આંખો ફોડી ક્રૂરતા પૂર્વક હત્યા ઃ લાશ કૂવામાં ફેંકી

- દસક્રોઇ તાલુકાના કાસીન્દ્રા ગામની ઘટના

- પૂરાવાનો નાશ કરવા મૃતદેહ અવાવરુ કૂવામાં નાંખ્યો ઃ ત્રણ હત્યારા ડિટેઇન

Updated: May 28th, 2020

Article Content Imageઅમદાવાદ,ગુરુવાર 

અમદાવાદ જિલ્લાના દસક્રોેઇ તાલુકાના કાસીન્દ્રા ગામમાં વિાૃધવાને કુહાડીના ઘા મારી માથુ અને આંખો ફોડીને ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી અને  પુરાવાનો નાશ કરવા માટે લાશને અવાવરુ કૂવામાં ફેંકી હતી. પોલીસ તપાસમાં અગાઉ ચોરી કરનારા શખ્સે અદાવત રાખીને માૃધરાતે હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે કાસીન્દ્રા ગામના ત્રણ આરોપીને ડિટેઇન કરીને ાૃધરપકડ કરવાની કાર્યવાહી હાાૃથ ાૃધરી છે.

બોપલ એસીપી, કે.ટી કામરીયાના જણાવ્યા મુજબ   મુળ આંબલીગામના વતની શોભના બહેન ચૂનારા  દસક્રોેઇ તાલુકાના કાસીન્દ્રા ગામમાં પાંચ વિઘા જમીન હોવાાૃથી ત્યાં ઓરડી બનાવીને રહેતા અને ખેતીવાડી કરતા હતા, તેમના પતિ ગુજરી ગયા હોવાાૃથી બે સંતાનો મામાના ઘરે રહેતા હતા.આજે સવારે તેમની હત્યા ાૃથઇ હોવાના મેસેજ આાૃધારે પોલીસ કાસીન્દ્રા ગામમાં પહોચી  હતી, પોલીસે તપાસમાં કરતા ખાટલા તાૃથા ઓરડીમાં  લોહીના લિસોટા હતા જે ખેતર તરફ દેખાતા હતા જેને લઇને પોલીસે તે દિશામાં તપાસ કરતાં ત્રણ ખેતર દૂર આવેલા  અવાવરુ કૂવા બહાર વૃક્ષની ડાળીએ દુપટ્ટો ભરાવેલો હતો,જેાૃથી શંકા જતાં કૂવામાં જોયુ તો ગોદડા પાસે વિાૃધવાની લાશ જોવા મળી હતી.

પોલીસે સૃથાનિક  લોકોની મદદાૃથી  મૃતદેહ બહાર કાઢીને જોયુ તો  માથુ  તાૃથા આંખો ફૂટેલી હતી. પોલીસે  મૃતકના ભાઇને ખબર આપનારા  તેમના સગાની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે કાસીન્દ્રા ગામમાં રહેતા પરેશ કનુંભાઇ ચૂનારા આજે સવારે તેમની પાસે આવ્યો હતો અને  અગાઉ મૃતક શોભના બહેનના ઘરમાંાૃથી ચોખાની બોરી તાૃથા ટેપના સ્પીકરની ચોરી ાૃથઇ હતી જે  મંે નાૃથી કરી તેેમ કહીને  શોભના બહેનને મળવાની વાત કરી હતી જેને લઇને પોલીસે પરેશને બોલાવીને પૂછપરછ કરતાં પ્રાૃથમ તે અજાણ હોેવાની વાત કરતો હતો. 

પરંતુ પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં તે ભાંગી પડયો  હતો અને તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં  તે ગતરાતે ૨.૩૦ વાગે તેના મિત્ર કિરણભાઇ.આર.તગડી સાાૃથે ગયો હતો કિરણ  ઓરડી  બહાર ઉભો હતો પરેશે  માાૃથામાં કપાળના ભાગ કુહાડાના ઘા મારીને હત્યા કરી હતી અને અન્ય આરોપી રાજુભાઇ .બી. ઠોકેર સહિત ત્રણેય શખ્સોએ ભેગા મળી મૃતદેહને પલંગમાં મુકી ગઇ ગયા બાદ લાશ કૂવામાં ફેંેકી હતી. પોલીસે ખેતરમાંાૃથી  કુહાડી  તાૃથા પલંગ કબેજે  કરીને ત્રણેય આરોપીઓને ડિટેઇન કરીને  નિયમ મ ુજબ ાૃધરપકડ  કરવા માટે  કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાાૃથ ાૃધરવામાં આવી રહી છે.

Gujarat