100 કરોડની સરકારી જમીનના કૌભાંડમાં પડદા પાછળના ખેલાડીઓ કોણ ..સંજય કહેછે હું જાણતો નથી

Updated: Jan 25th, 2023

વડોદરાઃ રૃ.100 કરોડના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં પકડાયેલા સંજયસિંહની પાછળ કામ કરતા ખેલાડીઓ ખુલ્લા પડશે કે કેમ તે સવાલ ચર્ચાની એરણે રહ્યો છે. 

વાઘોડિયા રોડ પર ડીમાર્ટ પાછળ કલેક્ટરની દોઢ લાખ ફુટ જમીન પર બોગસ દસ્તાવેજો ઉભા કરી તેને આધારે પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પડાવી તેમજ કોર્પોરેશનની રજાચિઠ્ઠી મેળવી જમીન પર સ્કીમ મૂકી દેવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે સંજયસિંહ પરમાર, તેની લક્ષ્મી અને શાંતા ઉર્ફે ગજરા રાઠોડ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.

ઉપરોક્ત જમીન પર સંજયસિંહે તમામ બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હોવાની વિગતો ખૂલી છે.જેથી તેને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરવામાં આવી રહી છે.પરંતુ આ કેસમાં સંજયસિંહ પાસેથી કોઇ જ મહત્વની વિગતો પોલીસ મેળવી શકી નથી.

સંજયસિંહે બોગસ દસ્તાવેજો ક્યાં અને કોની  પાસે  બનાવ્યા તેમજ સરકારી જમીનના પ્લોટોના સોદા બદલ મળેલી રકમ ક્યાં વગે કરવામાં આવી છે તે મુદ્દે હજી પોલીસ કોઇ જ વિગત કઢાવી શકી નથી.જેથી સંજયસિંહના પડદા પાછળના  ભાગીદારો કે મદદગારો હજી પોલીસની પહોંચથી બહાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ,સંજયસિંહને કોઇ પણ બોગસ દસ્તાવેજો વિશે પૂછવામાં આવે તો હું કાંઇ જ જાણતો નથી તેવી એક જ કબૂલાત કરી રહ્યો છે.જેને કારણે તેના રોકાણ કરેલા રૃપિયાની પુરેપુરી વિગતો બહાર આવી શકી નથી.

    Sports

    RECENT NEWS