For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરકારને અલ્ટીમેટમ : 10 લાખ સરકારી કર્મચારીઓની ઉગ્ર આંદોલનની ચિમકી

Updated: Sep 14th, 2021


ગુજરાત કર્મચારી સંકલન સમિતીની બેઠક નિર્ણય લેવાયો

જો બીજી ઓક્ટોબર સુધી સરકાર પડતર પ્રશ્નો નહીં ઉકેલે તો કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

અમદાવાદ : એક બાજુ, નવા પ્રધાનમંડળની રચના કરવા કવાયત તેજ બની છે. બીજી તરફ, સરકારી કર્મચારીઓએ સરકાર સામે લડત લડવા તૈયારીઓ કરી છે. ગુજરાતના સરકારી કર્મચારીઓએ સરકારને તા.2જી ઓક્ટોબર સુધી પડતર પ્રશ્નો ઉકેલવા ્અલ્ટી મેટમ આપ્યુ છે. જો પ્રશ્નો નહિ ઉકેલાય તો દસ લાખ સરકારી કર્મચારીઓએ આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે.

પાટનગર ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતીની બેઠક મળી હતી જેમાં એવી ચર્ચા કરવામાં આવી હતીકે, કેન્દ્રના ધોરણે ગુજરાતના સરકારી કર્મચારીઓને પગારપંચનો લાભ આપવા સરકારે સૈધૃધાંતિક નિર્ણય કર્યો છે તેમ છતાંય સરકાર તેનો અમલ કરવા તૈયાર નથી. ભથૃથાં ઉપરાંત મેડિકલ પોલીસીનો પ્રશ્ન ઉકેલાતો નથી.

ફિક્સ પગાર પ્રથા બંધ કરવી કેમકે, આ પ્રથાથી કર્મચારીઓનુ શોષણ કરવામાં આવી રહ્યુ છે. વયનિવૃતિ 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવી, 50 વર્ષ બાદ ખાતાકીય પરિક્ષા,સીસીસી સહિતની અન્ય પરિક્ષામાંથી મુક્તિ આપવી, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા, આ તમામ પડતર પ્રશ્નો ઉકેલાયો નથી. 

આ બેઠકમાં ધ ઓફિસર્સ ફેડરેશન, રાજ્ય કર્મચારી મહામંડળ, રાજ્ય શૈક્ષણિક મહાસંઘ, રેવન્યુ કર્મચારી મંડળ, ન્યાયલય કર્મચારી મહામંડળ, પેન્શનર સંકલન સમિતી, વર્ગ-4 કર્મચારી મંડળ, નગરપાલિકા કર્મચારી મહામંડળ સહિતના મંડળના પ્રતિનિધીઓ ઉપસિૃથત  રહ્યા હતાં. સંકલન સમિતીએ સરકારને અલ્ટીમેટમ આપ્યુ હતુંકે, તા. 2જી ઓક્ટોબર સુધી સરકાર સરકારી કર્મચારીઓના પ્રશ્નો નહી ઉકેલે તો રાજ્યભરમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડાશે. ગુજરાતના દસ લાખ સરકારી કર્મચારીઓ હવે સરકાર સામે બાંયો ચડાવી છે.

Gujarat