For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાયર એજ્યુકેશન કમિશન હેઠળ UGC અને AICTE એક કરવા ફરી કવાયત

સેન્ટ્રલ કમિશન બાદ ગુજરાત હાયર એજ્યુ.કાઉન્સિલ પર પૂર્ણવિરામ

નેશનલ રેગ્યુલેટરી સંસ્થાઓને એક કરવા માટે એક કમિટી પણ રચાઈઃ નેક-એનઈબી પણ એક થઈ શકે છે

Updated: Sep 26th, 2022

Article Content Imageઅમદાવાદ

કેન્દ્ર સરકાર દ્વારા હાયર એજ્યુકેશન કમિટી ઓફ ઈન્ડિયા હેઠળ એઆઈસીટીઈ અને યુજીસીને મર્જ કરવા માટે ફરી એકવાર કવાયત શરૃ થઈ છે.કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમવાર ૨૦૧૮માં જાહેર કરાયેલા હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા બિલને આગામી સંસદ સત્રમાં  મુકવાનુ આયોજન થઈ રહ્યુ છે ત્યારે હાલ કેન્દ્ર સરકાર દ્વારા યુજીસી અને એઆસીટીઈને એક કરવા માટે એક કમિટીની રચના પણ કરવામા આવી છે.સેન્ટ્રલ હાયર એજ્યુકેશન કમિશન લાગુ થયા બાદ ગુજરાત સરકાર દ્વારા વર્ષો પહેલા લાગુ કરાયેલ અને જે હજુ સંપૂર્ણ અસ્તિત્વમાં નથી તેવા ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે.

ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ માટે હાલ દેશમાં મહત્વની બે અલગ અલગ રેગ્યુલેટરી બૉડી છે. ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ટેકનિકલ શિક્ષણ માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અસ્તિત્વમાં છે . આ ઉપરાંત  ટીચર્સ એજ્યુકેશન માટે એનસીટીઈ અસ્તિત્વમાં છે.જ્યારે કોલેજો અને યુનિવર્સિટીઓના એક્રેડિટેશન માટે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટિશન (એનબીઈ) અને નેક ( નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) અસ્તિત્વમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૮નું હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયાનું ડ્રાફટ બિલ લાગુ કરાયા બાદ આ તમામ રેગ્યુલેટરી સંસ્થાઓ એક થઈને કમિશન હેઠળ જ આવી જશે. મહત્વનું છે કે હાલ યુજીસીના ચેરમેન અને એઆઈસીટીઈના કાર્યકારી ચેરમેન પણ એક જ છે ત્યારે હવે યુજીસી અને એઆઈસીટીઈ મર્થ થવાની પુરી સંભાવનાઓ છે. યુજીસી તેમજ આઈસીટીઈેને એક કરવાનો રોડ મેપ નક્કી કરવા એક કમિટી પણ રચવામા આવી છે.

કમિશન લાગુ થયા બાદ  યુનિ.ઓ-કોલેજોને મંજૂરી, ગ્રાન્ટ, રૃસા, ઓટોનોમી,એક્રિડિટેશન તમામ પ્રક્રિયા એક જ થઈ જશે.કમિશન દ્વારા કુલપતિઓની લાયકાતો, ભરતીની લાયકાતો, વિવિધ યુજી-પીજી કોર્સના માપંદડો, નિયમો-રેગ્યુલેશનની જોગવાઈઓ વગેરે પણ નક્કી કરાશે.મહત્વનું છે કે છ વર્ષ પહેલા ગુજરાત સરકાર દ્વારા હાયર એજ્યુકેશન સ્ટેટ કાઉન્સિલ માટેનું બિલ પસાર કરાયા બાદ છેલ્લા છ વર્ષથી આમ તો પુરી રીતે કાઉન્સિલ અસ્તિત્વમાં નથી આવી. હજુ સુધી એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન સહિતની નિમણૂંકો થઈ નથી.મુખ્યત્વે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન-રૃસા હેઠળ સ્ટેટ કાઉન્સિલ રચવાના કેન્દ્રના આદેશ બાદ કેટલાક રાજ્યોએ કાઉન્સિલ રચી છે.પરંતુ મોટા ભાગના રાજ્યોમાં હજુ નથી.ગુજરાતમાં પણ હાલ તો કાગળ પર જ છે ત્યારે સેન્ટ્રલ કમિશન અસ્તિત્વમાં આવ્યા બાદ સ્ટેટ કાઉન્સિલ પર પણ પૂર્ણવિરામ મુકાઈ શકે છે.

Gujarat