For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્સર હોસ્પિટલમાં બે નર્સને કોરોના પોઝિટિવ : કુલ આંક ૧૧૦

દર્દીઓની સારવાર કરતો સ્ટાફ પણ વાઇરસનો ભોગ

સોલા સિવિલના ચાર કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થતા કુલ ૨૦ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

Updated: Jun 4th, 2020

અમદાવાદ, ગુરૃવાર

અસારવા સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલની બે નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અત્યાર સુધીમા ત્યાંના સ્ટાફના કુલ ૧૧૦ કર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત સોલો સિવિલમાં પણ ચાર કર્મચારીઓને કોરોના થયો છે.


સોલા સિવિલ હોસ્પિટલના એક ચીફ મેડિકલ ઓફિસર, બે ડૉક્ટર અને એક નર્સનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સોલો સિવિલના કોરોના પોઝિટિવ સ્ટાફનો આંકડો ૨૦ પર પહોંચ્યો છે. અસારવા સિવિલની કેન્સર હોસ્પિટલના સ્ટાફનો આક્ષેપ છે કે લોકડાઉનની શરૃઆતમાં ત્યાંના સ્ટાફે રજૂઆત કરી હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ત્યાંના કર્મચારીઓ ક્રમશઃ કોરોનાનો ભોગ બની રહ્યા છે.

Gujarat