મહીસાગરની કેનાલમાં કાર ખાબકતાં ત્રણ ડૂબ્યા : બે વ્યક્તિનાં મોત થયા

- ઠાસરાના બાધરપુરા ગામ પાસેની

- ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરતા અકસ્માત : એકનો બચાવ 

ઠાસરા

રાજકોટ તાલુકાના ગોંડલ તાલુકાના મોટા દળવા ગામના એક જ ઘરના સગાંભાઈ ગોસાઈ સમાજના કજણા મધ્યપ્રદેશના ઉજૈનમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે ઉજૈનથી પરત પોતાના વતનમાં સફેદ રંગની વેગનઆર ગાડીમાં ૩ જણાં ગઈ કાલે બુધવારની રાત્રિના સમયે ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ મુખ્ય મહીકેનાલ પાસેના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે ગાડી ચલાવનાર અજયભાઈ પૂરી પુરૂષોત્તમ ભાઈની ગાડી ઉપર કાબુ ગુમાવી દેતાં ગાડીમાં બેઠેલા ૩ જણા સાથે ગાડી પુલના છેડેથી ધસમસતા મહીકેનાલમાં ખાંબકી હતી. કાર રાતના ૮.૩૦ના સમયે મહીકેનાલમાં ખાબકતા ઘસ મસતા મહી કેનાલના પાણીમાં ગાડી ગરકાવ થઈ જતાં ગાડીના બન્ને આગળના દરવાજા ખોલીને ડ્રાઈવર સાઈડે બેઠેલા ધર્મેન્દ્ર પવુરી પરસોતમભાઈ ગોસાઈ (ઉમર-૩૦) ધસમસ્તા નહેરમાં તરીને રેલ્વે પુલ પાસેથી તરતા વિરતાં ઝાડની ડાળખી પકડી લેતાં નજીકમાં રહેતા રાજુભાઈ પ્રતાપભાઈ પરમારે દોરડું નાંખીને ધર્મેન્દ્ર પુરીનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે વેગનઆર ચલાવનાર અજયભાઈ પુરી પુરૂષોત્તમ ભાઈ (આશરે ૨૮) ના ઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે. તેઓનું એક વર્ષ પહેલા લગ્ન થયું હતું અને બે મહીનાની એક દિકરી છે તેનું મોત નિપજયું હતું.

જ્યારે તેમની સાથે તેમના ગામના વતની પ્રકાશભાઈ (બાપુ) ઉમર ૭૦ના ઓ પણ પાણીમાંથી બહાર નીકળી શક્યા નહોતા. પાણીમાંથી બહાર નીકળીને બચી ગયેલા ધર્મેન્દ્રપુરી પરસોતમભાઈ ગોસાઈ અને અજયભાઈ પુરૂષોત્તમભાઈ ગોસાઈ બન્ને સગાભાઈ છે. બન્ને સગાભાઈમાં એક ભાઈનો બચાવ થયો અને એક ભાઈ પાણીમાં ડુબી ગયેલ છે.

બનાવની જાણ થતા ઠાસરાની પોલીસ પી.એસ.આઈ એસ.આર ભરવાડ સ્થળ પર પહોંચીને વેગેનાર ગાડી અને ડુબેલા બે જણને બહાર કાઢવા તરવૈયા બોલાવીને કામગીરી આરંભી દીધી હતી. લોકટોળાં જોવા ઉમટી પડયા હતા.

City News

Sports

RECENT NEWS