For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં તાપમાન 45.8, સિઝનનો સૌથી ગરમ દિવસ

Updated: May 12th, 2022


અમદાવાદ : માર્ચ મહિનાના મધ્ય ભાગથી સમગ્ર પશ્ચિમ ભારતમાં જે રીતે હિટ વેવ જોવા મળી રહ્યો છે તેમાં આજે અમદાવાદ શહેર માટે સૌથી ગરમ દિવસ રહ્યો હતો. બુધવારે અમદાવાદ શહેરમાં તાપમાન ૪૫.૮ ડિગ્રી નોંધાયું હતું જે વર્તમાન ઉનાળા માટે સૌથી વધુ હતું.

કેટલાક વિસ્તારોમાં સિમેન્ટની ઇમારતો, વૃક્ષોના અભાવ અને ભારે ભેજના કારણે ગરમીનો અનુભવ ૪૭ ડિગ્રી કે તેથી પણ વધારે હતો એવું રહેવાસીઓએ જણાવ્યું હતું. 

ગત સપ્તહમાં તાપમાન થોડું ઘટ્યા પછી રવિવારથી ફરી ગરમી વધવી શરૂ થઈ હતી. મંગળવારે અમદાવાદમાં ૪૩.૮ ડિગ્રી અને ગાંધીનગર ખાતે ૪૪ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.

આ વર્ષે ઉત્તર ભારતમાં ઠંડા પવનના અભાવ અને પશ્ચિમી વિક્ષેપની ઘટનાઓ ઓછી હોવાથી માર્ચ અને એપ્રિલમાં.વિક્રમી ગરમી પછી હવે વૈશાખી વાયરા સાથે વધારે તીવ્ર ગરમી પડી રહી છે.

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી

અમદાવાદ

 45.8

ગાંધીનગર

 45.8

ડીસા

 45.0

પાટણ

 45.0

અમરેલી

 44.8

જુનાગઢ

 44.8

ભાવનગર

 44.5

રાજકોટ

 44.2

ભૂજ

 43.8

વડોદરા

 43.0

સુરત

 36.8

Gujarat