For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રેશનકાર્ડ ધારકોની હાલાકી વધી નરોડાની રેશનકાર્ડઝોનલ કચેરીમાં થતી ઓનલાઈન કામગીરી ખોટકાઈ

પુરવઠા વિભાગે ઈન્ટરનેટ કનેકટિવીટી ખોટકાઈ જવા અંગેનું કારણ દર્શાવ્યું

Updated: Nov 19th, 2021

     Article Content Image

  અમદાવાદ,શુક્રવાર,19 નવેમ્બર,2021

દિવાળી પર્વ અગાઉ ઉત્તરઝોન ખાતે આવેલ દેવી સિનેમા પાસે ખોદકામ અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ દરમ્યાન કેબલ વાયર કપાઈ જતા નરોડાની રેશનકાર્ડને લગતી કામગીરી કરતી ઝોનલ કચેરીમાં થતી ઓનલાઈન કામગીરી ખોટકાઈ ગઈ હતી.ઈન્ટરનેટ કનેકટિવીટી ના હોવાથી મોટાભાગની કામગીરી હજુ સુધી શરુ કરી શકાઈ નથી.

આ અંગે મળતી માહિતી મુજબ,૭ ઓકટોબર-૨૦૨૧ના રોજ દેવી સિનેમા પાસે ખોદકામની કામગીરી સમયે બી.એસ.એન.એલ.ના વાયર કપાઈ જવાથી નરોડાનીરેશનકાર્ડને લગતી કામગીરી જયાંથી કરવામાં આવે છે એ કચેરી દ્વારા વાયર કપાઈ જવાથી  ઈન્ટરનેટ કનેકિટીવીટી ના હોવાથી ઓનલાઈન કરવામાં આવતી કામગીરી બંધ કરવામાં આવેલ છે એ પ્રમાણેની સુચના દર્શાવવાની સાથે રેશનકાર્ડ ધારકોને જાણ કરવામાં આવી હતી.આ અંગ રાકેશ કુમાર યાદવે પ્રતિક્રીયા આપતા કહ્યુ,દિવાળી પહેલા બંધ કરવામાં આવેલી કામગીરી બાદ હજુ પણ મોટાભાગની કામગીરી બંધ હોવાથી આ ઝોનલ કચેરી સાથે સંકળાયેલા આર્થિક રીતે પછાત અને ગરીબ વર્ગના રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા સહીતની અનેક કામગીરી ના થવાના કારણે ધરમધકકા થઈ રહ્યા છે.આ અંગે ઘટતી કાર્યવાહી કરી તાકીદે રેશનકાર્ડને લગતી તમામ કામગીરી શરુ કરવામાં આવે એ માટે રજુઆત કરવામાં આવી છે.

Gujarat