For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લકઝરી બસમાં વિદેશી દારૃની હેરાફેરી કરતાં ડ્રાઈવર-કંડકટર પોલીસ ઝપટે

Updated: Jul 4th, 2021

Article Content Image

ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર ચિલોડા પોલીસે દારૃ અને બસ મળી ૧૦.ર૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને તપાસ શરૃ કરી

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર દેશી વિદેશી દારૃની હેરાફેરી વધી ગઈ છે ત્યારે ચિલોડા પોલીસની ટીમે ચંદ્રાલા પાસેથી લકઝરી બસ ઝડપી લીધી હતી અને તેમાં તપાસ કરતાં વિદેશી દારૃની ર૪ બોટલ મળી આવી હતી. જે સંદર્ભે ડ્રાઈવર કંડકટરને પુછતાં સંતોષકારક જવાબ નહીં આપતાં બન્નેની અટકાયત કરી લીધી હતી અને દારૃ તેમજ લકઝરી બસ મળી ૧૦.૨૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.   

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે જે અંતર્ગત દેશી વિદેશી દારૃની હેરાફેરી કરતાં તત્ત્વોને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર દારૃ ભરેલા વાહનો મોટી સંખ્યામાં પસાર થતાં હોવાથી પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે નાકાબંધી ગોઠવીને હિંમતનગર તરફથી આવતાં વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહયું છે ત્યારે ચંદ્રાલા પાસે હિંમતનગર તરફથી આવતી બસ નં. આરજે-૧૮-પીએ-૯૦૩૭ને ઉભી રાખી તેમાં તપાસ કરતાં ડેકીમાંથી વિદેશી દારૃની ર૪ બોટલ મળી આવી હતી. જે બોટલો સંદર્ભે પુછતાં ડ્રાઈવર કંડકટરે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેના પગલે આ બન્ને ઈસમો કૃષ્ણકુમાર ભગવાનરામ જાટ રહે.સોટવારા, તા.નવલગઢ, જિ.જુંજનુ રાજસ્થાન અને અનીલ અમીરચંદ ગુર્જર રહે.બુડાનીયા, તા.ચીડાવા જુંજનુ રાજસ્થાનને ઝડપી લીધા હતા અને દારૃ તેમજ લકઝરી બસ મળી ૧૦.ર૪ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે પોલીસે મથામણ શરૃ કરી છે. 

Gujarat