For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સમયમર્યાદા વધારીને 31મી જુલાઈ કરાઈ

- વાહનોના રજિસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી

- ફેબુ્રઆરીથી પેન્ડિંગ રહેલી વિવિધ ફી ભરવા માટે પણ સમયમર્યાદા વધીને ૩૦મી જૂન થઈ

Updated: May 26th, 2020

Article Content Image

અમદાવાદ,25 મે 2020 સોમવાર

રાજ્યમાં છેલ્લા બે માસથી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં બે માસથી લોકડાઉનમાં જાહેર કર્યું છે. લોકડાઉન કારણે રાજ્ય સરકારની તમામ કચેરીઓ હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે તેમાંય ખાસ કરીને ગ્રાહકોની અવરજવર હોય તેવી કચેરીઓ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં નવા વાહનોનું રજિસ્ટ્રેશન અને લાયન્સના કામ અટકી પડયાં છે.

સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે અનેક લોકોના વાહનોની કામગીરી અને લાયસન્સની કામગીરી અટકી પડી છે ત્યારે કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી જાહેર કરતા ૩૧ જુલાઈ સુધીનો સમય જાહેર કર્યો છે ત્યારે હવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પણ વાહનોને લગતી કામગીરી અને લાયસન્સ લગતી કામગીરીમાં ૩૧ જુલાઈ સુધી રાહત આપવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં લોકડાઉનને કારણે રાજ્યની તમામ આરટીઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. જ્યારે લોકડાઉન ૪ દરમિયાન અનેક સર્વિસ ચાલુ કરવામાં આવી છે પરંતુ જાહેર જનતા માટે આરટીઓની સેવા શરૂ કરવામાં નથી આવી ત્યારે લોકડાઉનના સમય દરમિયાન જે નાગરિકના લાયસન્સ પૂર્ણ થયા હોય, લાયસન્સની કોઈ કામગીરી બાકી હોય અથવા તો વાહનોની કોઈપણ પ્રકારની કામગીરી બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવા માટેનો કેન્દ્ર સરકારે ૩૧ જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

આ સમય દરમિયાન કોઈપણ દંડ વસૂલ કરવામાં આવશે નહીં ત્યારે ગુજરાતમાં પણ આ નિયમને ટૂંક સમયમાં લાગુ થઈ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે તો જાહેરાત કરી દીધી છે ઉલ્લેખનીય છે કે પ્રથમ લોકડાઉન દરમિયાન આરટીઓની કામગીરી માટે ૩૦ જુન સુધીની અવધી આપવામાં આવી હતી જેમાં હવે વધારો કરીને ૩૧ જુલાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ૩૧ જુલાઈ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

ફેબુ્રઆરીથી પેન્ડિંગ રહેલી લાઈસન્સ કે વાહન રજિસ્ટ્રેશનની ફી પણ હવે ૩૦મી જૂન સુધી ભરી શકાશે. ડ્રાઈવિંગ લાઈસન્સનું કામકાજ ૨૬મી મેથી શરૂ થઈ જશે. જોકે, નવી અરજી લેવામાં આવશે નહીં, જૂની અરજીનો નિકાલ કરાશે પછી જ નવી અરજી સ્વીકારાશે.

Gujarat