વિરમગામના મુનસર તળાવ આસપાસ પોલીસ બંદોબસ્ત મૂકવા માટે રજૂઆત
- ફટાકડા ન ફોડવા માંગણી
- ઐતિહાસિક તળાવની પાસે ફટાકડા ફોડતા નુકસાન થતું હોવાની રજૂઆત કરાઈ
વિરમગામના મુનસર તળાવની જાળવણી અને દેખરેખ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ તળાવને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ છે. ત્યારે વિરમગામ શહેરના સાંસ્કૃતિક વિરાસત પ્રેમી ગલાભાઈ રબારી સહિત અન્ય યુવાનો દ્વારા એક લેખિત પત્ર આપી જણાવવામાં આવ્યું છે કે મુનસર તળાવને આવેલા પ્રાચીન દેરીઓ આવેલ છે. દિવાળીના દિવસો દરમ્યાન અતિતીવ્રતાવાળા ૫૫૫ બોમ્બ, મીરચી બોમ્બ સહિતના ફટાકડા ફોડવામાં આવે છે. જેથી ઐતિહાસિક ધરોહરને નુકસાન થાય છે જેથી અમુલ્ય વારસાને જાળવણી કરવા માટે પર્વ દરમ્યાન પૂરતા પોલીસ બંદોબસ્ત અને જરૂરી પોલીસ પોઈન્ટ મુકવા માટે લેખીતમાં લાગતા વળગતા વિભાગને જાણ કરવામાં આવેલ છે અને શહેરના યુવાનોને અપીલ કરવામાં આવે છે કે મુનસર તળાવ ફરતે આવેલ દેરીઓમાં ફટાકડા ન ફોડવા જણાવ્યું છે.