For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી

સુપ્રીમ કોર્ટે જામીનની શરત રદ કરી

ગુજરાત બહાર જવા માટે કોર્ટની પરવાનગી લેવાની શરત રદ

Updated: Nov 18th, 2021

અમદાવાદ, ગરુવાર

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ગુજરાત બહાર જવા કોર્ટની પરવાનગી લેવાની શરતને સુપ્રીમ કોર્ટે રદ કરી છે. ેહાર્દિક પટેલ સામે વર્ષ ૨૦૧૫માં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં જામીન આપતા સમયે શરત રાખવામાં આવી હતી કે તેણે ગુજરાત છોડતાં પહેલાં કોર્ટની પરવાનગી લેવાની રહેશે. આ શરત રદ કરવાની અરજી હાઇકોર્ટે ફગાવતા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે તે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી પક્ષની બેઠકો અને કામકાજ માટે ગુજરાત બહાર પ્રવાસ કરવાનો રહે છે. સુપ્રીમ કોર્ટ સમક્ષની આજની સુનાવણીમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે હાર્દિક બાંબેધરી આપે તો આ શરતમાંથી તેને રાહત અપાઇ શકે છે. જેથી બન્ને પક્ષોની રજૂઆત સાંભળી કોર્ટે આ શરત રદ કરી છે.

Gujarat