For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇંડા-નોનવેજની લારીઓ હટાવવી ગેરબંધારણીય : રિટ

Updated: Nov 24th, 2021

Article Content Image

લારી-પાથરણાંધારકોની હાઇકોર્ટમાં અરજી

લોકડાઉનના મારમાંથી ઉગરી રહેલા ગરીબ વેપારીઓ પર કાયદાકીય જોગવાઇ વગર કામગીરી

અમદાવાદ : ગુજરાતમાં કેટલાંક મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોાં જાહેર રસ્તાઓ પરની ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારોની રજૂઆત છે કે લોકડાઉનના મારમાંથી ઉગરી રહેલાં વેપારીઓ પર ગેરબંધારણીય રીતે અને કોઇ કાયદાકીય જોગવાઇ વગર કામગીરી કરવામાં આવી છે. રિટની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. 

લારીઓ તમજ ફૂડવેનમાં ઇંડ નોન-વેજ વાનગીઓ બનાવવાનો વ્યવસાય કરતા અરજદારોની રજૂઆત છે કે રાજકોટના મેયરે 9-11-2021ના રોજ જાહેરાત કરી હતી કે જાહેર રસ્તાઓ પરની ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવામાં આવશે.કોરોનાની પહેલી અને બીજી લહેરના કારણે તેમને આિર્થક રીતે ઘણું નુકસાન થયું છે.

2014માં લાગુ કરવામાં આવેલો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ અરજદારો જેવાં નાનાં વેપારીઓ કે જેઓ લારી-પાથરણાં દ્વારા વસ્તુઓ વેચી ગુજરાત ચલાવે છે તેમના રક્ષણ માટે લાગુ કરવામાં આવ્યો હતો અને આ કાયદાની જોગવાઇઓ અતિ સ્પષ્ટ અને વિસ્તૃત છે.આ કાયદામાં સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા વેચાતી વસ્તુઓ અને ખાદ્યપદાર્થોમાં કોઇ વર્ગીકરણ આપવામાં આવ્યું નથી. 

આમ છતાં બંધારમીય જોગવાઇઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો ભંગ કરી લારીઓ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણાં વિસ્તારોમાં લારીઓ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કારણ આપી રહી છે કે વેપારી બાંહેધરી આપે તેને 45 બાદ જ લારી અને સાધનો આપવામાં આવશે.

સરકાર એવું કારણ આપી રહી છે કે જાહેર રસ્તા પર આ વસ્તુઓ વેચવાથી કેટલાંક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય છે પરંતુ સરકારે આ વેપારીઓની આિર્થક પરિસિૃથતિ પણ જોવી જોઇએ. આ ઉપરાંત સરકાર ચોખ્ખાઇનો મુદ્દો પણ આપી રહી છે પરંતુ આ લારીઓ ગ્રાહકો આકર્ષકવા ચોખ્ખાઇનું મહત્તમ પાલન કરે છે. તેથી કોર્ટે આ મુદ્દે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનોને જરૂરી આદેશો કરે તે જરૂરી છે.

Gujarat