આજથી APL-1 કાર્ડધારકોને 'આંક આધારીત' અનાજ વિતરણ
-૬૦ લાખથી વધુ રાશનકાર્ડ ધારકોને લાભ
-રાશન કાર્ડનો છેલ્લે આંક ૧-૨ હોય તેમને સોમવારે 'ફૂડ બાસ્કેટ'નું વિતરણ થશે
અમદાવાદ,રવિવાર
ગુજરાતના ૬૦ લાખથી
વધુ રાશન કાર્ડ ધારકોને આવતીકાલે ૧૩ એપ્રિલથી ૧૮ એપ્રિલ સુધી એપ્રિલ માસ પૂરતું વિના
મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. અનાજના વિતરણ દરમિયાન કોઇ અરાજક્તા સર્જાય નહીં
માટે રાશનકાર્ડના પાછલા આંકડાની સખ્યા મુજબ અનાજ વિતરણ કરાશે.
જેમાં આવતીકાલના
પ્રથમ દિવસે રાશન કાર્ડનો છેલ્લા આંક ૧ અને ૨ હોય તેમને વિના મૂલ્યે ફૂડ બાસ્કેટનું
વિતરણ કરાશે. એપીએલ-૧ રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ દીઠ વિના મૂલ્યે ૧૦ કિલો ઘઉં,
૩ કિલો ચોખા, ૧ કિલો ચણા દાળ અથવા ચણા, ૧ કિલોગ્રામ ખાંડ અપાશે. મુખ્યમંત્રી દ્વારા
નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ.-૧ રાશન કાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત વિના
મૂલ્યે ફૂડ બાસ્કેટના વિતરણ દરમિયાન જે લોકોને અનાજની જરૃર ના હોય તેવા સંપન્ન પરિવારોએ
સ્વૈચ્છાએ પોતાના અનાજનો હક જતો કરવા અપીલ કરેલી છે.
એપીએલ-૧ કાર્ડ
ધારકો ૧૩થી ૧૭ એપ્રિલ એમ પાંચ દિવસ દરમિયાન અનાજ વિતરણનો લાભ મેળવી ના શકે તો તેવા
લાભાર્થીઓને ૧૮ એપ્રિલના અનાજ વિતરણ કરાશે. અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતા જળવાઇ રહે
માટે ગ્રામ્ય-શહેરી કક્ષાએ દુકાનદીઠ ૧-૧ સમિતિની રચના કરાશે. આ સમિતિમાં શિક્ષક-તલાટી-ગ્રામ
સેવક-પોલીસ-સ્થાનિક અગ્રણીઓનો સમાવેશ થાય છે.
કયા એપીએલ-૧ કાર્ડ
ધારકોને ક્યારે અનાજ વિતરણ?
૧૩ એપ્રિલ : રાશન
કાર્ડનો છેલ્લો આંક ૧-૨.
૧૪ એપ્રિલ : રાશન કાર્ડનો છેલ્લો આંક ૩-૪.
૧૫ એપ્રિલ : રાશન કાર્ડનો છેલ્લો આંક ૫-૬.
૧૬ એપ્રિલ : રાશનકાર્ડનો છેલ્લો આંક ૭-૮.
૧૭ એપ્રિલ : રાશનકાર્ડનો છેલ્લો આંક ૯-૦.
૧૮ એપ્રિલ : બાકી રહી જતા કાર્ડ ધારકોને અનાજ વિતરણ.