For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેસો પાછા ખેંચવા માટે જુદી જુદી પાટીદાર સંસ્થાઓએ મોરચો માંડયો

Updated: Nov 17th, 2021

Article Content Image

પાટીદાર આંદોલન વખતે સરકારે યુવાનો પર કરેલા  

રજૂઆતો કરી હોવા છતાં ય ચોક્ક્સ પરિણામ ન આવતાં પાટીદાર ધાર્મિક-સામાજિક સંસ્થાના નેતાઓ સરકારથી ખફા

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પાટીદારોએ ફરી સરકાર સામે બાંયો ખેચવા તૈયારી કરી છે. પાટીદાર  આંદોલન વખતે યુવાઓ પર કરાયેલાં પોલીસ કેસ પાછા ખેચવાનું સરકારે હજુ વચન પુરૂ કર્યુ નથી જેના કારણે પાટીદાર ધાર્મિક અને સામાજીક સંસૃથાના નેતાઓએ મોરચો માંડયો છે.  આ જોતાં રાજ્યમાં ફરીવાર પાટીદાર આંદોલનનો  સળવળાટ શરૂ થયો છે.         

થોડાક દિવસો પહેલાં જ જસદણમાં પાટીદાર આગેવાન નરેશ પટેલે એવુ કહ્યું હતુકે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો કોની સાથ છે તે સમય બતાવશે. આ નિવેદન બાદ ફરી ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. હવે પાટીદાર ધાર્મિક-સામાજીક સંસૃથાઓના નેતાઓમાં જાણે સરકારને ઘેરવાની હોડ જામી છે.

ખોડલધામ બાદ હવે ઉંઝા ઉમિયાધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેતાઓ પણ મેદાને  પડયાં છે. પાટીદાર આગેવાનોનું કહેવુ છેકે, અનામત આંદોલન વખતે ગુજરાતમાં જે સિૃથતી સર્જાઇ હતી ત્યારે સામાજીક સંસૃથાઓએ સમાધાનના પ્રયાસો કર્યા હતાં. તે વખતે સરકારે પાટીદાર યુવાનો પર કરેલાં પોલીસ કેસ પાછા ખેંચવા તૈયારી દર્શાવી હતી. આજે ઘણાં લાંબા સમય બાદ પણ સરકાર વચન પૂર્ણ કરી શકી નથી. 

આ અગાઉ એસપીજી નેતા લાલજી પટેલે પણ સરકારને પત્ર લખી કેસો પાછા ખેંચવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત અલ્ટીમેટમ આપ્યુ હતુંકે, જો કેસો પાછા નહી ખેચાંય તો સરકાર વિરૂધૃધ આંદોલન કરાશે. 

અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયો હોવા છતાંય નવી સરકારનુ પેટનુ પાણી હાલતુ નથી. પાસ નેતા અલ્પેશ કિથરીયાએ પણ આગામી દિવસોમાં બેઠક બોલાવી સરકાર વિરૂધૃધ મોરચો માંડવા રણનીતિ ઘડવા આયોજન કર્યુ છે. ટૂંકમાં, પાટીદાર યુવાઓ સામે પોલીસ કેસો પરત ખેંચવા માંગ વધુ ને વધુ ઉગ્ર બની રહી છે જે સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Gujarat