Get The App

અમદાવાદમાં કોરોનાના નવા દસ કેસ,૨૨ હજાર લોકોને રસી અપાઈ

વિવિધ વિસ્તારમાં આવેલી ૨૫૦ બેન્ક શાખામાં વેકિસનને લઈ તપાસ કરાઈ

Updated: Nov 26th, 2021

GS TEAM

Google News
Google News

     અમદાવાદમાં કોરોનાના નવા દસ કેસ,૨૨ હજાર લોકોને રસી અપાઈ 1 - image

  અમદાવાદ,ગુરુવાર,25 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોનાના નવા દસ કેસ નોંધાતા સંક્રમણમાં આંશિક ઘટાડો નોંધાવા પામ્યો હતો.૨૨ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.સાત ઝોનમાં વિવિધ બેન્કોની ૨૫૦ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓની વેકિસન મામલે તપાસ કરાતા ૨૩૩૧ કર્મચારીઓએ વેકિસનના બંને ડોઝ લીધા હોવાનું ધ્યાન ઉપર આવ્યુ હતુ.

આ અંગે મળતી માહિતી મુજબ,ગુરુવારે શહેરમાં કોરોનાના નવા દસ કેસ નોંધાયા હતા.એક પણ દર્દીનું કોરોનાથી મોત થયુ નથી.૧૫ દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રસીકરણકેન્દ્રો ઉપર ૪૩૦૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો તથા ૧૭૭૪૨ લોકોને બીજો  ડોઝ એમ કુલ મળી ૨૨૦૪૩ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘરસેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૩૮૨૩ રજિસ્ટ્રેશન થતા ૩૨૨૩ લોકોને રસી આપવામાં આવી હતી.

Tags :