For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સત્તાનું સુકાન કોને સોંપવું: આજે ગ્રામીણ મતદારો કરશે નિર્ણય, પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં 22,176 ઉમેદવારો મેદાને

- હવે પંચાયતોમાં ભાજપ વિજય મેળવી હેટ્રિક નોધાવવા તત્પર ગ્રામ્ય વિસ્તારમાં જીતવા કોંગ્રેસના મરણિયા પ્રયાસ

Updated: Feb 28th, 2021

અમદાવાદ, તા. 28 ફેબ્રૂઆરી, 2021, રવિવાર

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની આવતીકાલે રવિવારે ચૂંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ મળીને 5481 બેઠકો માટે 22176 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

આ પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2,97,29,871 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પંચાયતોની ચૂંટણીમાં અનઈચ્છિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પંચાયતની ચૂંટણીમાં ભાજપના 8161 ઉમેદવારો, કોંગ્રેસના 7778 અને આપના 2090, અન્ય પક્ષોના 4136 ઉમેદવારો એમ કુલ મળીને 22165 ઉમેદવારો ચૂંટણી મેદાને છે જેમનું આવતીકાલે ઈવીએમમાં ભાવિ કેદ થશે.

પાટીદાર આંદોલન હોવાના કારણે કોંગ્રેસનો પંચાયતની ચૂંટણીમાં રાજકીય લાભ થયો હતો પણ આ વખતે કોંગ્રેસ માટે ગ્રામ્ય વિસ્તારોમાં મેળવવા મુશ્કેલ છે. આ તરફ પેટાચૂંટણીઓ અને મહાનગરપાલિકામાં સતત વિજયવાવટો લહેરાવતા ભાજપની માટે ઉજળી તક છે. ભાજપ ગ્રામ્ય વિસ્તારોમાં સારો દેખાવ કરી વિજયની હેટ્રિક કરવા તત્પર છે.

ભાજપે વિકાસની સાથે સાથે લવ જેહાદ અને રામમંદિરના મુદ્દે મત માંગ્યા છે. જોકે, શહેરી મતદારો પ્રતિસાદ પણ આપ્યો છે. કોંગ્રેસે ખેડૂત આંદોલન, બેરોજગારી ,મોંઘવારી મુદ્દે મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા છે. કોંગ્રેસ માટે પંચાયતોની ચૂંટણી જીતવી એ પડકાર છે કારણ કે, કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી માટે આ છેલ્લી તક છે.

મહાનગરપાલિકામાં સુપડા સાફ થઈ જતા કોંગ્રેસે પંચાયતોની અને પાલિકાની ચૂંટણી જીતવા માટે મરણિયા પ્રયાસ કર્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામીણ મતદારો કયા મુદ્દાને સ્વીકારી કોને શાસન સોંપશે. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના મતોમાં આપ ગાબડું પાડશે તેનું કારણ એ છે કે, આપના 2090 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

જોકે પાલિકા પંચાયતોની ચૂંટણીમાં ઓવીસીના પક્ષને ઝાઝો પ્રતિસાદ મળી શકે તેવી શક્યતા નહિવત્ છે. આમ છતાં પણ ઓવિસીના ઉમેદવારો કોંગ્રેસના મતોમાં ભાગલા પડાવી શકે છે પરિણામે કોંગ્રેસ ચિંતાતુર છે. આવતીકાલે રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે. બીજી માર્ચે પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થશે.

237 મતક્ષેત્રોમાં ઉમેદવારો બિનહરીફ  

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં આવતીકાલે ચૂંટણી યોજાશે. જોકે, આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાંથી 237 મતક્ષેત્રો એવા છે જેમાં વોટિંગ અગાઉ જ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઇ ચૂક્યા છે. જેમાં જિલ્લા પંચાયતમાંથી 25, તાલુકા પંચાયતમાંથી 117 અને નગરપાલિકામાં 95 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આમ, આવતીકાલે 237 બેઠકો પર મતદાન યોજાશે નહીં. બિનહરિફ વિજેતા જાહેર કરાયેલા 237માંથી 230 ઉમેદવારો ભાજપના છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી

સ્થાનિક સંસ્થા

કુલ બેઠકો

ભાજપ

કોંગ્રેસ

આપ

અન્ય

કુલ ઉમેદવારો

31 જિલ્લા પંચાયત

980

954

937

304

460

2,655

231 તાલુકા પંચાયાત

4,774

4,594

1,067

1,952

11,265

 

81 નગર પાલિકા

2,524

2,555

2,247

719

1,724

7,245

કુલ

8,278

8,161

7,778

2,090

4,136

22,165

Gujarat