For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પદ્મ પુરસ્કારની જાહેરાત: કેશુભાઈ પટેલ પદ્મભૂષણ, મહેશ-નરેશ પદ્મશ્રીથી થશે સમ્માનિત

Updated: Jan 25th, 2021

અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2021, સોમવાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે. આ હેઠળ વિશેષ યોગદાન આપનારા નાગરિકોને ત્રણ શ્રેણી પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવે છે. પદ્મ એવોર્ડથી ગુજરાતના 5 વ્યક્તિઓને સમ્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને(મરણોત્તર) પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એ સિવાય દાદુદાન ગઢવી, મહેશભાઇ-નરેશભાઇ કનોડીયા અને ચંદ્રકાન્ત મહેતાને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે, ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ(મરણોત્તર), સુદર્શન સાહૂ, પૂરાતત્વવિદ્ બીબી લાલને પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

પદ્મ વિભૂષણ

  • શિંઝો આબે
  • એસ.પી. બાલાસુબ્રમણિયન (મરણોત્તર)
  • ડોક્ટર બેલે મોનાપ્પા હેગડે
  • શ્રી નરિન્દર સિંઘ કંપની (મરણોત્તર)
  • મૌલાના વહીદુદ્દીન ખાન
  • બીબી લાલ
  • સુદર્શન સહુ

પદ્મ ભૂષણ

  • કૃષ્ણન નાયર
  • તરુણ ગોગોઈ(મરણોત્તર)
  • ચંદ્રશેખર કંબ્રા
  • સુમિત્રા મહાજન
  • નૃપેન્દ્ર મિશ્રા,
  • રામ વિલાસ પાસવાન (મરણોત્તર)
  • કેશુભાઇ પટેલ (મરણોત્તર)
  • કલ્બે સાદિક (મરણોત્તર)
  • રજનીકાંત દેવીદાસ
  • તર્લોચન સિંઘ

પદ્મશ્રી


Gujarat