For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નલિયા ૧૦.૫ સાથે ઠંડુંગાર : પાંચ શહેરમાં ૧૫ ડિગ્રીથી નીચું તાપમાન

-ડીસામાં ૧૩.૪, ગાંધીનગરમાં ૧૫ ડિગ્રી

- અમદાવાદમાં ૧૮.૧ ડિગ્રી : આગામી પાંચ દિવસ ઠંડી વધવાની સંભાવના નહિવત્

Updated: Nov 16th, 2021

અમદાવાદ,મંગળવાર

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. નલિયા ૧૦.૫ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.

નલિયા ઉપરાંત ચાર શહેરમાં તાપમાન ૧૬થી નીચે નોંધાયું છે. જેમાં ૧૩.૪ ડિગ્રી સાથે ડીસા, ૧૫ ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડ, ૧૬ ડિગ્રી સાથે ભૂજનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ લઘુતમ તાપમાન ૪-૫ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. જોકે, સાયક્લોનિક સિસ્ટમ સર્જાતાં શુક્રવારે ડાંગ-નવસારી-સુરત-તાપી-વલસાડ-અમરેલી-ગીર સોમનાથ-જુનાગઢ-ભાવનગર-દીવમાં જ્યારે શનિવારે દમણ-આણંદ-દાહોદ-પંચમહાલ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં ૧૮.૧ ડિગ્રી સાથે છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે અને તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ જ રહેશે.

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

શહેર        તાપમાન

નલિયા      ૧૦.૫

ડીસા        ૧૩.૪

ગાંધીનગર  ૧૫.૦

વલસાડ     ૧૫.૦

ભૂજ         ૧૬.૦

રાજકોટ     ૧૭.૦

વડોદરા      ૧૭.૮

અમદાવાદ   ૧૮.૧

જુનાગઢ      ૧૯.૦

ભાવનગર    ૨૦.૩

સુરત         ૨૧.૮

 

Gujarat